Abtak Media Google News

રેલ્વે પોલીસે ફુડ પેકેટ વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરી સંભાળી

શ્રમિકોનો માદરે વતન જવા તરફનો પ્રવાહ અવીરત છે. ત્યારે જૂનાગઢથી નંદુબાર-મહારાષ્ટ્ર જવા વધુ એક શ્રમિક ટ્રેન રવાનાં કરવામાં આવી હતી. જેમાં બાળકો સહિત ૧૪૦૦ થી વધુ શ્રમિકોએ વતનની વાટ પકડી હતી.

જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજુરી કરવા સાથે  વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવતા આ શ્રમિકો પોતાનાં નાના બાળકો અને સામાન સાથે વતન જવાની વ્યવસ્થા થતાં તેમને  હૈયે હરખ હતો.

જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રની વ્યવસ્થા સાથે રેલ્વે પોલીસ સહયોગી બની ફુડ પેકેટ, ટ્રેઇનમાં શ્રમિકોને બેસાડવા, પાણીની વ્યવસ્થા સહિત કોઇ અગવડતા ના રહે તે માટે શ્રમિકોની સહયોગી બની હતી. ઉલ્લેખનિય છે કે, તા.૧૩ મે સુધીમાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારનાં કુલ ૫૩૦૦થી વધુ શ્રમિકો ટ્રેન,બસ સહિત અન્ય વાહનોમાં અત્યાર સુધીમાં વતન પહોંચી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.