Abtak Media Google News

દુબઈથી આવેલા યુવાનના સંપર્કમાં આવતા તેના મિત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ: કુલ ૫ પોઝિટિવ

ગુજરાતમાં ૪૪ કોરોનાગ્રસ્ત : મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો, ત્રણેય વ્યક્તિ વૃદ્ધ

રાજકોટમાં ગઈ કાલે શંકાસ્પદ ૧૧ વ્યક્તિઓના સેમ્પલ મેળવી તેઓને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમના ગઈ કાલે સાંજે તમામ રિપોર્ટ આવતા વધુ એક યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા રાજકોટમાં કુલ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. દુબઇ થી આવેલા યુવાનનો થોડા દિવસ પહેલા જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સંપર્કમાં આવેલા રોયલપાર્કમાં રહેતા બિલ્ડરના મિત્રને કોરોના ના લક્ષણો દેખાતા આઇશોલેસન વોર્ડમાં ખસેડીને સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે રાજકોટમાં કુલ ૫ કેસ કોરોના કોવિડ૧૯ પોઝિટિવ નોંધાયા છે જેમાં ત્રણ પોઝિટિવ કેસ લોકલ ટ્રાન્સમિશન દ્વારા ફેલાયેલા હોવાથી આરોગ્યતંત્રમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. જ્યારે રાજ્યભરમાં ગઈ કાલે વધુ ૫ કેસ પોઝિટિવ નોંધાતા કુલ ૪૪ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જ્યારે ભાવનગરના વૃદ્ધ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની થોડી ક્ષણોમાં જ તેમનું મોત નિપજતા મૃત્યુઆંક ૩ સુધી પહોંચ્યા છે.

રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે પણ કોરોનામાં પોઝિટિવ કેસ નોંધાયાનો સિલસિલો ચાલુ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ દુબઈથી આવેલા યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના સંપર્કમાં આવેલા રોયલપાર્કના યુવાનને પણ કોરોનાના લક્ષણો દેખાતા આઇશોલેસન માં દાખલ કરી રિપોર્ટ કરાવતા તેમને પણ કોરોના પોઝિટિવ આવતા કુલ ૫ પોઝિટિવ કેસ સુધી આંકડો પહોંચ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ ૫૩ સેમ્પલ મોમલવામાં આવ્યા છે. જેમાંથી ૫ પોઝિટિવ અને ૪૭ નેગેટિવ કેસ આવ્યા હતા. જ્યારે ગઈ કાલે વધુ ૬ દર્દીઓના સેમ્પલ મેળવી જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે શહેરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૧૫ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં ઓબેસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં સૌપ્રથમ તા૧૭મી માર્ચના રોજ મક્કાથી આવેલા યુવાનના રિપોર્ટ કોરોના કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યો હતો.

ત્યાર બાદ દુબઈથી આવેલા બિલ્ડરને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસ માં માતા – પુત્ર અને વધુ એક યુવાન મળી કુલ વધુ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેઓને લોકલ ટ્રાન્સમિશન ને કારણે ચેપ લાગ્યો હોવાથી આરોગ્યતંત્રમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. દુબઈથી આવેલા યુવાનના રોયલપાર્કમાં રહેતા મિત્રને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કુલ ૧૩ સેમ્પલોમાંથી અન્ય ૧૨ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

ગુજરાતમાં વધુ ૫ કેસ સાથે કુલ ૪૪ કોરોનાગ્રસ્ત : મૃત્યુઆંક ૩

અમદાવાદમાં દુબઈથી આવેલા કોરોના પોઝિટિવ વૃદ્ધના ગણતરીના કલાકોમાં ભાવનગરમાં વધુ એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ગણતરીના કલાકમાં જ એમનું મોત નિપજતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩ સુધી પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલે રાજ્યભરમાં વધુ ૫ કેસ પોઝિટિવ આવતા કુલ પોઝિટિવ આંક ૪૪ સુધી પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા છે. કુલ ૪૪ પોઝિટિવ દર્દીઓ ના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન દ્વારા કેસમાં વધારો થતા ચિંતાનો વ્યાપ વધ્યો છે. રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા,ગાંધીનગર,સુરત સહીત ૨૦ મહિલા અને ૨૩ પુરુષોને લોકલ ટ્રાન્સમિશન થી કેસ નોંધાયા છે.

રાજકોટના માતા-પુત્ર લોકલ ટ્રાન્સમિશનથી બન્યા કોરોના પોઝિટિવ

રાજકોટમાં છેલ્લા ૩ દિવસમાં જ જગનાથમાં રહેતા માતા – પુત્ર સાથે રોયલપાર્કમાં રહેતા યુવાનને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે. મક્કાથી આવેલા યુવાન બાદ દુબઈથી આવેલા બિલ્ડરને કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ બિલ્ડરના સંપર્કમાં આવેલા રોયલપાર્કમાં રહેતા તેમના મિત્ર ને પણ ગઈ કાલે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ જાગનાથમાં રહેતા વૃદ્ધા અને તેમના પુત્ર કોઈ વિદેશયાત્રા ન કરી હોવા છતાં લોકલ ટ્રાન્સમિશન થી કોરોના પોઝિટિવ આવતા કોરોના ત્રીજે તબ્બકે પહોંચ્યો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.