Abtak Media Google News

ત્રણ માસ પૂર્વે પગ ભાંગી નાખ્યા બાદ મામા-ભાણેજ સહિત પાંચ શખ્સોએ ત્રણ પર કર્યો ખુની હુમલો

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી હત્યા, લુંટ અને મારામારી જેવી રોજબરોજની ઘટનાથી ગુનાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સકસની જેમ સડસડાટ ઉંચો જઇ રહ્યો છે. યુનિ. રોડ પર આવેલા એ.જી. સ્ટાફ કવાર્ટરની પાછળ બાજીશાહ પીરદરગાહ પાસે પોલીસને દારુ અંગેની બાતમી આપ્યાનો ખાર રાખી પાઇપ અને ધોકા વટે ત્રણ યુવાન પર ખુની હુમલો કર્યાની પાંચ શખ્સોએ માર માર્યાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથક-ર માં નોંધાવતા  સ્ટાફે નાશી છુટેલા હુમલોખોરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયા ગામ રામજી મંદીર પાસે રહેતા મામદ ઉમર વિકયાણી નામના સિંધી ને તેના મિત્ર હાર્દિક અને નજમુદ્દીન સહીત ત્રણેય યુનિ. રોડ પર એ.જી. કવાર્ટરની પાછળ બાજીશાહ પીર દરગાહની પાસે મહેબુબ પઠાણ અને તેનો ભાણેજ શાહરુમ, કિશન અને શાહરુખ  સમાઉર્ફે કાળીયો તથા અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે માથાના ભાગે માર માર્યાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સ્ટાફે હત્યાની કોશિષનો ગુનો નોંઘ્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં મહેબુબ પઠાણ નામનો શખ્સ દારુ વેંચતો હોવાની પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખી ત્રણ માસ પૂર્વે હાર્દિક ને માર મારી બન્ને પગ ભાંગી નાખ્યા હતા.

બાદ હાર્દિક, મામદભાઇ અને નજમુદ્દીન પોલીસને બાતમી આપ્યાનો વધુ એક વખત શંકા જતા તેનો ખાર રાખી મહેબુબ પઠાણે તેના ભાણેજ અને તેના મિત્રો સાથે મળી હુમલો કર્યાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

નાશીછુટેલા શખ્સોને ઝડપી લેવા ઇન્ચાર્જ પી.એસ. આઇ. એન.બી. ડોડીયા સહીતના સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.