Abtak Media Google News

ગણતરીની મિનિટોના બેંક ખાતામાં જમા કરાવેલી બચત ગાયબ થઈ ગઈ : એસપીને અરજી

મોરબીમાં દિવસે દિવસે એટીએમ ફ્રોડનાં બનાવ સતત વધી રહ્યા છે. અગાઉ અલગ અલવ લોકોના અંદાજે સાડા પાંચ લાખથી પણ વધુ રકમ ઉપડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યાં વધુ એક યુવાન એટીએમ ફ્રોડનો શિકાર બન્યો છે.યુવાનના ખાતામાં એક જ દિવસમાં અલગ અલગ સમયે રૂ.૨૦-૨૦ હજાર બાદ રૂ.૬૮૦૦ એમ કુલ રૂ.૪૬,૮૦૦ ઉપડી ગયા હતા. આ મુદે યુવાને એસપીને લેખિત અરજી કરી છે.

બનાવની મળતી વિગતો મુજબ જ મોરબીના ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ઓયો સીરામીક ફેક્ટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશનાં ઇન્દોરનાં ધારનાં રામગોપાલ પટેલનાં ખાતામાંથી ગત તા. ૨૧ના સાંજે ૭:૫૦ વાગ્યે એટીએમમાંથી રૂ. ૨૦ હજાર ઉપડી ગયાનૉ મેસેજ આવ્યો હતો.આ મેસેજ જોવે અને કઈ સમજે તે પહેલાં અન્ય એટીએમ કાર્ડમાંથી વધુ ૨૦,૦૦૦ અને બાદમાં ૬૮૦૦ ઉપડી ગયાનૉ મેસેજ આવ્યો હતો.

ગણતરીની મિનિટમાં યુવકના ખાતામાંથી રૂ. ૪૬,૮૦૦ઉપડી ગયા હતા.યુવાને એટીએમ કાર્ડ પોતાની પાસે હોવા છતાં રૂપિયા ઉપડી જતા એટીએમ ફ્રોડનૉ શિકાર બન્યાની જાણ થતાં તુરંત એટીએમ કાર્ડ બંધ કરાવ્યું હતું. અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ નોંધાવા અરજી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.