Abtak Media Google News

એમેઝોનનો શેર 2 ટકા તેજી સાથે 2050.50 ડોલરની સપાટીએ પહોંચ્યો

એમેઝોન એક ટ્રિલિયન ડોલર (71 લાખ કરોડ રૂપિયા) માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજા નંબરની અને દુનિયાની ત્રીજા નંબરની કંપની બની ગઈ છે. તેનો શેર 2 ટકા વધીને 2050.50ની સપાટીએ પહોંચી ગયો છે. આ તેજીના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ વધી છે. એપલ 2 ઓગસ્ટે 1 ટ્રિલિયન ડોલરવાળી પહેલી અમેરિકન કંપની બની હતી. આ પહેલાં 2007માં શંઘાઈના શેરબજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુશન આ સ્તરે પહોંચ્યું હતું. જોકે વેપાર પૂરો થતાં તે એક ટ્રિલિયન ડોલરની નીચે આવી ગઈ હતી.

દુનિયાની ટોપ 3 માર્કેટ કેપ વાળી કંપની

કંપનીમાર્કેટ કેપ (ડોલર)
એપલ1099 અબજ
એમેઝોન1000 અબજ
માઈક્રોસોફ્ટ856 અબજ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.