Abtak Media Google News

બામણબોર જમીન કૌભાંડમાં ગુનો નોંધાયા બાદ એસીબીની તપાસમાં થયો ઘટસ્ફોટ

સુરેન્દ્રનગર જિલ્લાનાં અત્યાર સુધીનાં સૌથી મોટા બામણબોર જમીન કૌભાંડનાં મુખ્ય સુત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેકટર ચંદ્રકાંત પંડયાની ધરપકડ બાદ એસીબીએ કરેલી તપાસમાં તેમની પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ એટલે કે રૂ.૬,૭૪,૦૮,૨૧૩ કરોડની બેનામી સંપતિ હોવાનો ઘડાકો કર્યો છે. આટલી મોટી રકમની બેનામી સંપતિ બનાવવા બદલ એસીબીએ તેમની સામે કેસ દાખલ કર્યો છે. હાલ બામણબોર પંથકમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત થતાની સાથે અહીંની વીડની જમીન રાતોરાત કરોડો રૂપિયાની થઈ ગઈ હતી અને વિવાદમાં પડેલી આ જમીન રાજકોટનાં બિલ્ડરોને વેચી દેવાનું મોટું કૌભાંડ તત્કાલીન અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા આણી મંડળીએ આચર્યાનો ભાંડો ફુટી ગયો હતો. ૬ મહિનાનાં અંતે અધિકારી પંડયાએ આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ કુલ રૂ.૬,૭૪,૦૮,૨૩૧ કરોડની સંપતિ બેનામી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

ઉલ્લેખનીય છે કે,ચોટીલા તાલુકાનાં બામણબોર અને જીવાપર ગામે જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમિયાન પોતાના રાજય સેવક તરીકેનાં હોદાનો દુરપયોગ કરી સરકાર જમીનનો લાભ મેળવનાર વ્યકિતનાં નામે કરી તે વ્યકિતઓ સાથે મેળાપીપણું કરી કૌભાંડ આચરાયું હતું. જેમાં કોર્ટનાં આદેશનું ખોટુ અર્થઘટન કરી લાભ મેળવનારાઓનાં ખાતે જમીન કરી દેવાઈ હતી. કલેકટર કે.રાજેશે આ હુકમની ઝીણવટભરી તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બામણબોર, જીવાપરમાં મામલતદાર અને કૃષિપંચે ૩૦ નવેમ્બર ૧૯૮૮નાં હુકમથી જમીન ફાજલ જાહેર કરી હતી. જેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં ખુલ્યું હતું કે, આ જમીન ગેરકાયદેસર રીતે અલગ અલગ વ્યકિતનાં નામે હોવાનું હુકમ કરી કૌભાંડ આચરાયું છે. આમ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.