Abtak Media Google News

ગુજરાત પ્રસિદ્ધ બે યુવા ગીટારવાદક કલાકાર ભાઈબહેન કુમારી મૃગનયની મહેતા અને ક્રિષ્નન મહેતાનો સ્પેશિયલ  પરફોર્મન્સ

તાજેતરમાં શિશુભારતી એજ્યુકેશન ટ્રસ્ટ અને શિશુભારતી શૈક્ષણિક સંકુલ- ઉના સ્વ.બાબુલાલ ગોકળદાસ કોટેચા પ્રાથમિક શાળા  નટુભાઈ .ટી.મહેતા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ તથા ડો.સુરેશભાઈ એન. ગોડબોલે માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક  શાળા -ઉનાનો વાર્ષિક ઉત્સવ થનગનાટ  રંગારંગ ઉત્સવ ઉલ્લાસ પૂર્ણ રીતે ઉજવાઈ ગયો.

માઁ સરસ્વતી ને દીપ પ્રાગટ્ય – ગણેશ વંદના અને અતિથિ નુ પુષ્પ ગુચ્છ થી સ્વાગત થી આરંભેયેલ  સમગ્ર કાર્યક્રમ ની વિશેષ વિશિષ્ટ અને આગવી પ્રસ્તુતિ થી પ્રેક્ષકો ને પ્રભાવિત અને પ્રસન્ન કરી દિધા. આ વાર્ષિક ઉત્સવ મા ઉના ના ગુજરાત પ્રસિદ્ધ બે યુવા ગિટારિસ્ટ કલાકાર ભાઈ- બહેન કુમારી મૃગનયની મહેતા અને ક્રિષ્નન મહેતા જેમણે સંગીત કલાકલાગુરૂ ડો. કમલેશ મહેતા ના માર્ગ દર્શન હેઠળ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ગિટાર વાદન ક્ષેત્રે નામ દિપાવ્યુ છે તેમણે ગિટાર અને ગાયન મા મેસપ સોંગ ના સ્પેશિયલ પર્ફોમન્સ થી પ્રેક્ષકો ને તાલી સાથે નૃત્ય કરવા મજબૂર કરી દીધા.

કાર્યક્રમ ના કલાકાર ભાઈ બહેનો ને પ્રોત્સાહિત કરવા વિશેષ કરી વિશ્વનાથભાઈ જાની, કમલેશભાઈ મહેતા- સંગીતકાર, રાજુભાઈ પાંધી, ભરતભાઈ ઉપાધ્યાય, ધર્મેન્દ્રભાઈ જોશી, વિજયભાઈ કમવાણી, કૃષ્ણકાંતભાઈ કોટેચા, રમેશભાઈ કોટેચા , રાજુભાઇ રાયચા, દેવુભાઈ પુરોહિત, જીતુભાઈ મહેતા, હિતેશભાઈ જોશી, ભાઈલાલભાઈ ગઠિયા, ભરતભાઈ ભટ્ટ, ખ્યાતિ બહેન ભટ્ટ, આર .બી.મકવાણા. વિનયયકાંતભાઈ કોટેચા. ગુલાબભાઈ ટિલવાણી.નરેન્દ્ર ગોસ્વામી. તથા પત્રકાર આરતિ બહેન ઓઝા તથા કમલેશ ભાઈ જુમાણી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.