Abtak Media Google News

વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો છે. આ વખતે તે કોઈ વ્યક્તિગત નહીં પણ એક સંસ્થાને આપવામાં આવ્યો છે. આ વખતે આ સન્માન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સંસ્થાને આપવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંકટ, લશ્કરી કટોકટી અને અન્ય મુશ્કેલ સમયમાં વિશ્વમાં મોટા પાયે જરૂરિયાતમંદોને ખવડાવવા અને મદદ કરવા માટે તેની પસંદગી કરવામાં આવી છે.

આ એવોર્ડની જાહેરાત નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને વિશ્વના જુદા જુદા ભાગોમાં ભૂખ્યાઓને ખવડાવવા, જ્યાં એકદમ તણાવ હોય ત્યાં લોકોને મદદ કરવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

નોબેલ સમિતિએ આપેલી માહિતી અનુસાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામએ વિશ્વની સૌથી મોટી સંસ્થા છે જે ખાદ્ય સહાય પૂરી પાડે છે. વર્ષ 2019 માં, ડબ્લ્યુએફપી દ્વારા 88 દેશોના 1000 કરોડ લોકોને ખોરાક આપવામાં આવ્યો. કોઈ વ્યક્તિ ભૂખ્યો ના રહે તે માટે 2015માં સંયુક્ત રાષ્ટ્રએ એક અભિયાન છેડયું હતું. યુદ્ધ અને સૈન્ય સંકટ જેવા કારણોને લીધે 2019માં લગભગ 1350 કરોડ લોકોને જમવાનું મળતું નહોતું.

આવા ભૂખમરામાં કોરોના વાયરસ સંકટને કારણે વધારો થયો છે. જ્યારે યમન, કોંગો, નાઇજીરીયા, સુદાન અને અન્ય દેશોમાં ગૃહયુદ્ધના કારણે ખોરાક મેળવવો મુશ્કેલ હતો. રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ખોરાક અને સારવાર એ સૌથી મોટી રસી છે. જેથી આ સંસ્થાની કામગીરીને બિરડવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.