Abtak Media Google News

જે જે કુંડલીયા કોલેજ દ્વારા વાર્ષિક ઉત્સવ તેમજ વિશિષ્ટ દેખાવ બદલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથો સાથ કોમર્સના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા દેવ મહેતા દ્વારા લખેલી ૫૧ અંગ્રેજી કવિતાઓ ની બુક ૫૧ સ્પરકલિંગ ગિફ્ટ ઓફ પોએટરિઝનું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીનભાઈ પેથાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ૨૮ જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે સ્પોર્ટ્સમાં નેશનલ કક્ષાએ સ્થાન પ્રાપત કરનાર વીદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ નીતિન ભાઈ પેથાની, ઉપકુલપતિ વિજયભાઈ દેશાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ શ્રીમતી જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ત્રિવિધ કાર્યક્રમ એટલે કે વાર્ષિક ઉત્સવ, ઈનામ વિતરણ અને ટીવાયનાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસમાં સર્વોચ્ચ સ્થાને રહી છે એનું ગૌરવ છે. ૨૮ જેટલા વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે માટે આ કોલેજનાં પ્રિન્સીપાલને અભિનંદન આપુ છું કે, આજ રીતે એક સારા વ્યકિતત્વના નિર્માણ માટે ફાળો આપ્યો છે. આ કોલેજમાં એક અલગ પ્રકારની ૨૫ કૃતિઓને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનામાં પડેલી સુષુપ્ત શકિતઓને ખીલવવા માટે આ પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ જે કૃતિઓ રજુ કરી તેને જોઈને સૌ મંત્રમુગ્ધ થયા હતા. જે વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં છે. કોલેજ પૂર્ણ કરી આગળ જવાના છે તેવા વિદ્યાર્થીઓનું શુભેચ્છા સન્માન પણ યોજાયો હતો. એક અઘ્યાપક બહેને પુસ્તક લખ્યું છે તેનું વિમોચન થયું સાથે સાથે એક વિશિષ્ટ પ્રકારની વાત છે કે કોમર્સનો વિદ્યાર્થી દેવ મહેતા અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલું નથી પરંતુ સાહિત્ય રસિક છે જેમણે ૫૧ જેટલી કવિતાઓ અંગ્રેજીમાં લખી છે ત્યારે કોલેજના કોમર્સનાં વિદ્યાર્થી શું કરી શકે તેનું ઉદાહરણ પુરુ પાડયું છે તેને પણ હું અભિનંદન આપુ છું.

2.Banna 2

દેવ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ આનંદ છે. મારી પ્રથમ બુક ૫૧ સ્પરકલિંગ ગીફટ ઓફ પોએટરિઝનું વિમોચન થયું. આખી બુકમાં ૫૧ મારી બેસ્ટ પોએટ્ટી છે જે કુંડલિયા કોલેજના પ્રિન્સીપાલએ સિલેકટ કરીને આવી છે. આજે મને મોકો મળ્યો છે કે આ મેચથી અને ટીવાયના વાર્ષિક ઉત્સવ થકી મારી પ્રથમ બુક પ્રકાશિત થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિની હાજરીમાં આ બુક પ્રકાશિત થઈ છે. તમામ મહાનુભાવોનો આભાર માનુ છું. આ બધા લોકોએ અહીં હાજરી આપી મારા પપ્પા એક પત્રકાર છે. તેમની પાસેથી મને પ્રેરણા મળે છે. મારા દાદા પણ પત્રકાર ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ત્યારે મારા પપ્પા અને દાદા પાસેથી મને પ્રેરણા મળે છે સાથે ડો.પજ્ઞેશ જોશીનો મને જે સપોર્ટ રહ્યો છે તેમણે મને આગળ વધવાની પ્રેરણા આપી છે.

Vlcsnap 2020 03 03 06H16M47S508 Vlcsnap 2020 03 03 06H16M37S577

‘અબતક’નાં ડિજિટલ પ્લેટફોર્મમાં કર્મચારી દેવ મહેતા લિખિત અંગ્રેજી કવિતાઓની બૂક ૫૧ સ્પરકલિંગ ગિફટ ઓફ પોએટરિઝનું વિમોચન

જે.જે.કુંડલિયા કોલેજનાં વાર્ષિકોત્સવ દરમિયાન અબતકનાં ડિજિટલ પ્લેટફોર્મનાં કર્મચારી દેવ મહેતા લિખિત અંગ્રેજી કવિતાઓનાં પુસ્તક ૫૧ સ્પરકલિંગ ગિફટ ઓફ પોએટરિઝનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પુસ્તકનું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો તેમજ કોલેજનાં છાત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  દેવ મહેતા અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલું નથી પરંતુ સાહિત્ય રસિક છે જેમણે ૫૧ જેટલી કવિતાઓ અંગ્રેજીમાં લખી છે ત્યારે કોલેજના કોમર્સનાં વિદ્યાર્થી શું કરી શકે તેનું ઉદાહરણ પુરુ પાડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.