બેટ શંખોધ્ધારમાં દ્વારકાધીશજી તથા અન્ય મંદિરોમાં સોમવારે અન્નકુટ ઉત્સવ

105

બેટ દ્વારકાધીશજી ત્થા અન્ય શ્રી મંદિરોમાં અન્નકુટ ઉત્સવના આસો વદ અમાસને સોમવાર તા. ૨૮-૧૦-૧૯ ના રોજ મનાવવામાં આવશે જેમાં સમય સમયનાં અન્નકુટનાં દર્શન નો મહાલાભ સૌ વૈષ્ણવો લઇ શકે તે માટે આ દર્શનના સમય ની જાહેર વિજ્ઞપ્તિ પ્રસિઘ્ધ કરવામાં આવે છે.

ઠાકોરજીની મંગા આરતી સવારે ૬ વાગ્યે, ગોર્વધન પૂજા સવારે ૮.૩૦, અન્નકુટના પહેલા ભોગના દર્શન સવારે ૧૧ થી ૧ર સુધી, અન્નકુટના બીજા ભોગના દર્શન બપોરે ૧ થી ર સુધી, અન્નકુટ ઉત્સવ રાજભોગ સહનાં દર્શન સાંજે ૭ થી ૯ સુધી, શંખનારાયણજી મંદીર સાંજે ૪ થી પ સુધી રાખેલ છે. છેલ્લા અન્નકુટના દર્શન સમયે પેટાના તમામ મંદીરોમાં અન્નકુટના દર્શન થશે જેનો અલભ્ય લાભ લેવા પધારવા વિનંતી છે.

મહત્વનું છે કે તા. ર૯-૧૦-૧૯ થી ૧-૧૧-૧૯ સુધી દર્શનનો ક્રમ ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭ વાગ્યે, ઠાકોરજીને મીઠાજળ બપોરે ૧ વાગ્યે, ઠાકોરજીની ઉત્થાપન સાંજે ૪ વાગ્યે, ઠાકોરજીના શયન રાત્રે ૮ વાગ્યે

Loading...