વિશ્વ ઉમિયાધામ ખાતે કાલે અન્નકૂટ દર્શન: લાભ પાંચમે હોમાત્મક હવન

અન્નકૂટ આરતી, રાજભોગ થાળ વગેરે ઉત્સવ ઉજવાશે

જગતજનની ઉમિયા માતાજી મંદિર, વિશ્ર્વ ઉમિયાધામ-અમદાવાદ ખાતે દિવાળી, નૂતન વર્ષ સહિત ઉત્સવો ઉજવાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોએ સર્વેને દીપાવલી, નૂતન વર્ષ પર્વની શુભકામનાઓ પાઠવી છે.

ઉમિયા માતાજી મંદિરે આવતીકાલે દિવાળી પર્વે માતાજીને અન્નકૂટ ધરાવાશે. ભાવિકો સવારના ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન કરી શકશે. અન્નકૂટ આરતી અને રાજભોગ થાળ સવારે ૧૧:૩૦ કલાકે ધરવામાં આવશે. અન્નકૂટ પ્રસાદ તા.૧૬ને સોમવાર નૂતન વર્ષે સવારે ૭:૩૦ થી સાંજના ૬:૩૦ સુધી સર્વે ભાવિકોને (ભેટ પાવતી રૂપે) આપવામાં આવશે.

ગુરૂવારે લાભ પાંચમના શુકનવંતા દિને ઉમિયા યજ્ઞ (હોમાત્મક હવન) સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ કલાકે કરવામાં આવશે. યજમાન લાભાર્થીનો સહયોગ રૂા.૨૧૦૦૦ પ્રાપ્ત થયો છે.

લાભ પાંચમ બાદ તા.૩૦/૧૧ને દેવ દિવાળીએ ઉમિયા નવચંડી હોમાત્મક યજ્ઞ સવારે ૯:૦૦ થી ૧૧:૩૦૦ કલાક દરમિયાન યોજાશે. જેના ભાગ્યશાળી યજમાન પ્રવિણભાઈ આત્મારામભાઈ પટેલ (પટેલ મેટલ્સ-પલિયડ) બન્યા છે. ઉમિયા માતાજી-બટુક ભૈરવ-ગણેશજીના શણગાર, વાઘા, દાગીના સહિત અન્નકૂટના ભાગ્યશાળી યજમાન જયેશભાઈ કાન્તિલાલ પટેલ (ઓઝોન ગ્રુપ) બન્યાં છે. સર્વે ભાવિકોને તમામ ધાર્મિકોત્સવનો લાભ લેવા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરાયો છે.

Loading...