Abtak Media Google News

વોર્ડ નં.૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગપાલિકા દ્વારા રૈયા રોડ પર બ્રહ્મસમાજ પાસે આવેલ જીવનનગર અને જ્ઞાનજીવન સોસા. ખાતે ડામર રી-કાર્પેટના કામનું ખાતમુહુર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું  હતું.

6 5

વોર્ડ નં.૧૦માં રૈયા રોડ પર આવેલ જીવનગર અને જ્ઞાનજીવન ખાતે ડામર રી -કાર્પેટના ખાત મુહુર્ત પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી,કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માઘવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, ઉપપ્રમુખ કિશોરભાઈ સોજીત્રા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.