Abtak Media Google News

ડો.આંબેડકર ઓપન યુનિવર્સિટી ઈ.દીક્ષાંત સમારોહમાં અંજલી પીપલાણીને રાજયપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત

જીવન નું કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવું હોયતો અર્જુન ને એકલવ્ય જેવી એકાગ્રતા કેળવવી જોઈએ

આ શબ્દો ભુજ ની અંજલી ભરતભાઈ પીપરાણી ને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટિ મા  બેચલર ઈન લાઇબ્રેરી એન્ડ ઈન્ફોરમેસન સાયન્સ ( BLIS ) મા સમગ્ર ગુજરાત મા પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મળ્યા બાદ  પોતાની પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું.  ગુજરાત ના  યુવકો- અને યુવતીઓ માટે સરકાર તરફથી જ્યારથી આવી ઓપન યુનિવસિઁટિ શરૂ કરવામા આવેલ છે ત્યાર થી દરેક વિષયો પર સ્ટુડન્ટ્સ અભ્યાસક્રમ પસંદ કરી આવા વિષયો મા ટોપ કરી  પોતાના મા રહેલ પ્રતિભાવો નો ખ્યાલ આપી રહયા છે.

અમદાવાદ ખાતે આંબેડકર ઓપન યુનિ.ઈ- દીક્ષાંત સમારોહ મા ભુજ ની અંજલિ પીપરાણી ને  રાજ્યપાલ આચાર્ય  દેવવ્રતજી ના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઈ- કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો..

અમદાવાદ ખાતે યોજાયેલ ઈ- કાર્યક્રમ ને સંબોધતા રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે  સ્વાભાવિક છે કે આવા સ્ટુડન્ટ્સ ને રૂબરૂ મળવાનું મન થાય પરંતુ હાલના  સંજોગો નજરે ડિજિટલ રીતે મળી રહયા છીએ અને તમામ છાત્રો ભવિષ્ય મા પણ અનેક ગણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઈ- દીક્ષાંત સમારોહ મા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયકક્ષા ના મંત્રી વિભાવરીબેન દવે, રાજય ના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ અંજુ શર્મા ભારત ની તમામ યુનિવર્સિટિ ના જનરલ સેક્રેટરી ડો. પંકજ મિતલ , ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવસિઁટિ ગુજરાત ના વાઈસ ચાન્સેલર પ્રો. અમી ઉપાધ્યાય જોડાયા હતા. આ ઈ- દીક્ષાંત સમારોહ મા  અંજલિ સાથે  તેમના માતા ,  પિતા, તથા  દાદીમાં જોડાયા હતા. દિકરીની આ સિધ્ધિઓ નો શ્રય અંગે અંજલી ના પિતા શ્રી. ભરતભાઈ પીપરાણી એ જણાવ્યું હતું કે દિકરી ની આ સિધ્ધિ માટે તેણી ની ખૂબ મહેનત  અને  શિક્ષક ડો. હર્ષદ તથા પૂર્વી નિર્મલ સરસ શૈક્ષણિક માગઁદશઁન ને આભારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.