Abtak Media Google News

સ્ત્રીઓનો આભૂષણ પ્રત્યેનો પ્રેમતો સર્વ જગતમાં પ્રખ્યાત છે. સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે આ આભૂષણ…આજકાલ બજારમાં આભૂષણમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. સોના,ચાંદી પ્લેટિનમથી લઈને બીજી કેટલીક ધાતુના ઘરેણાં આજકાલ બજારમાં જોવા મળતા હોય છે.અલગ અલગ ડીઝાઈનથી ઘરેણાંમાં વિવિધતા જોવા મળે છે.

ઘરેણાંમાં બિંદી, ગળાનો હાર, મંગલસૂત્ર, વીંટી, પાયલ, બંગળી , બાજુબંધ વગેરે હોય છે. પરંતુ શું તમે પણ એમ જ માનો છો કે આભૂષણ માત્ર સુંદરતા માટે જ ઉપયોગી છે..??

વર્ષોથી સ્ત્રીઓ આભૂષણ પહેરીને શરીરની સુંદરતા વધારે છે પરંતુ આપણે કોઈ જાણતા નથી કે આભૂષણ સુંદરતાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. વૈજ્ઞાનિક પણ માનવા લાગ્યા છે કે ઘરેણાં પહેરવાથી અનેક રોગોથી બચી શકીએ છીએ અને સ્વાસ્થ્ય પર તેની ખૂબ સારી અસર પડે છે.ઘરેણાંમાં જડેલાં રત્ન અને જે ધાતુના ઘરેણાં બન્યાં હોય, તે બંને પોતપોતાની રીતે સ્વાસ્થ્યને અસર કરે છે. એ ઉપરાંત ઘરેણાંની ધાતુ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઘરેણાં બનાવવા માટે લોખંડ, તાંબું, પિત્તળ, સોના અને ચાંદી તથા અન્ય મિશ્રિત ધાતુઓ ઉપયોગમાં લેવાય છે. ધાતુઓ વિદ્યુતની સુચાલક હોય છે. ધાતુઓમાંથી બનેલા આભૂષણ વાયુમંડળમાં ઉપસ્થિત વિદ્યુતશક્તિને આપણા શરીર સુધી પહોંચાડતાં રહે છે.

૧ ) માથાનો ટીકો :Latest Jewellery Designs For 2018 Indian Weddingમાથાનો ટીકો પહેરવાથી સુંદરતામાં તો ચાર ચાંદ લાગે જ છે સાથે સાથે માથાના લગતા રોગોમાં લાભ થાય છે.

૨ ) નાકની નથ :Deepika Padukone Story 647 102415033715

નાકની નથની માટે પહેલા ના લોકો એવું માનતા હતા કે નાકની નથ એ સુહાગનની નિશાની છે…પરંતુ આજકાલ નથ માત્ર ફેશન માટે જ પહેરવામાં આવે છે પરંતુ આ નથ સ્વાસ્થ્ય માટે અને નાકને લગતી બીમારી માટે ખૂબ જ ઉપયોગી છે જો સોનાનો રવો પહેરવામાં આવે તો નાક સાથે જોડાયેલા રોગોમાંથી બચાવ ઉપરાંત સૂંઘવાની શક્તિ પણ વધે છે.

૩ ) હાથના બાજૂબંધ : Maxresdefault 4હાથના બાજુબંધ પહેરવાથી ખભો, ફેફસાં અને હૃદય સ્વસ્થ રહે છે. જો બાજૂબંધ સોનાના હોય તો તેને પહેરવાથી મસ્તિષ્ક શાંત રહે છે અને રક્તસંચાર સામાન્ય બને છે.

૪ ) આંગળીની વીંટી : 586410D98E91C607307980Ca 750 563 1

વીંટી પહેરવાથી હાથ-પગની ધ્રુજારી શાંત થાય છે. દમ અને તાવમાં આરામ મળે છે. એમ તો પ્રત્યેક આંગળીમાં પણ વીંટી પહેરવાનું મહત્ત્વ છે. આપની રિંગ ફિંગર અર્થાત્ અનામિકા આંગળીનો સીધો સંબંધ હૃદય સાથે હોય છે. દિલ સાથે એનો નાતો જોડાયેલો છે, એટલા માટે પ્રિયની વીંટી આ આંગળીમાં પહેરાય છે. સગાઈની વીંટી પણ આ આંગળીમાં પહેરવાનો રિવાજ છે, જેને સ્ત્રીઓ સમગ્ર જિંદગી દરમિયાન પહેરી રાખવાનું પસંદ કરે છે.

૫ ) પગની વીંટી :

મહિલાઓ પગની આંગળીઓમાં વીંટી જેને બીછુઆ કે માછલી કહેવામાં આવે છે તે પહેરતી હોય છે. આજકાલ ચાંદી ઉપરાંત સોનાના બીછુઆ પણ ચલણમાં છે. કહેવાય છે કે, એનાથી માસિકધર્મ વખતે થનારા દર્દમાં રાહત રહે છે તથા મન શાંત રહે છે.

૬ ) ગળાનો હાર :Choker Set

ગળાનો હાર પણ ખૂબ જ ઉપયોગી બને છે સ્વાસ્થ્ય માટે તેનું દબાણ કરોડરજ્જૂની પીડાથી બચવા માટે લાભદાયી છે. તેના દ્વારા અવાજ પણ ખૂબ સુંદર બને છે.

૭) બંગળી :9A396015425068Ebec0698Df7D9Fa4C4

બંગળી અને બ્રેસલેટએ એવા આભૂષણ છે કે બીજા કોઈ આભૂષણના પહેરીને માત્ર બંગળી અને બ્રેસલેટ પહેરીએ તો પણ તે સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. બંગળી અને બ્રેસલેટમાં બજારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. બંગળી પહેરવાથી બ્લડપ્રેશરને લગતા રોગો તેમજ યાદશક્તિ, વગેરે જેવા રોગો માટે આરામદાયક બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.