Abtak Media Google News

ભુતકાળમાં કાગળ પર અત્યંત મજબુત લાગતી ‘અનિલ’ની કંપનીઓ દેવાળાના દ્વારે: ચાઈનીઝ કંપનીઓ પાસેથી લીધેલી લોનની સામે કોર્ટે હાલ ૧૦૦ મિલિયન ડોલર ચૂકવવાનો કર્યો આદેશ

હાલ ભારત દેશમાં અનેકવિધ નામાંકિત ઉધોગપતિઓ કે જે વિશ્વનાં ધનકુબેરોમાં સામેલ છે તેઓ નાદારી જાહેર કરી બેંકોને ચુનો ચોપડતા નજરે પડે છે ત્યારે વિશ્વમાં જયારે ભારત દેશની વાત કરવામાં આવે તો નિરવ મોદી, નરેશ ગોયલ, વિજય માલ્યા જેવા ઉધોગપતિઓ પાસે બધુ જ હોવા છતાં કંઈ ન હોવાનું જાહેર કરી પોતાની જાતને નાદાર કરી દેતા હોય છે જે કારણોસર સમગ્ર ભારતીય દેશની કંપનીઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે. વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનાં ધનકુબેર ગણાતા એવા અનિલ અંબાણી પાસે પોતાનું કઈ જ ન હોવાનું ખુલતા આશ્ર્ચર્ય થઈ રહ્યું છે.

કારણકે તેમની પાસે તેમની ગાડીનો કાફલો, ખાનગી પ્લેન અને બોટ તે પોતાની માલિકીની ન હોવાનું સામે આવ્યું છે. હાલ તેમનાં દ્વારા ૩ ચાઈનીઝ કંપની પાસેથી લીધેલા ૭૦૦ મિલીયન ડોલરની લોનની ભરપાઈ ન કરતા યુનાઈટેડ કિંગ્ડમ કોર્ટએ તેમને તાકિદ કરી ૧૦૦ મિલીયન ડોલર ચુકવવાનો આદેશ કર્યો છે જેના પરીપેક્ષમાં ઉપસ્થિત રહેનાર અનિલ અંબાણીનાં પુત્રએ કોર્ટ સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમના પિતા એટલે કે અનિલ અંબાણી પાસે નેટવર્ક ઝીરો છે. કોર્ટ દ્વારા પુછવામાં આવતા અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, આર.કોમમાં થયેલી નુકસાનીના પગલે તેઓ નાદાર બન્યા છે. હાલ તેની પાસે જેટલી પણ ભૌતિક ચીજવસ્તુઓ છે તે તેના નામ પર એક પણ ન હોવાનું ખુલ્યું હતું. તેની પાસે રહેલી બોટ તેમના પત્ની ટીના અંબાણીનાં નામે છે ત્યારે યુનાઈટેડ કિંગ્ડમ કોર્ટે તાકિદ કરી જણાવ્યું હતું કે, ભારતમાં વસવાટ કરતા અનિલ અંબાણી પાસે વ્યકિતગત મિલકત કેટલી?

7537D2F3 6

ચીનની ત્રણ બેંકોએ અનિલ અંબાણીની સામે ૬૮૦ મિલિયન ડોલર (લગભગ ૪,૭૬૦ કરોડ) રૂપિયાની લોન ન ચૂકવવા મામલે લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. ત્રણે બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને ૯૨૫.૨૦ મિલિયન ડોલર (લગભગ ૬,૪૭૫ કરોડ રૂપિય)ની લોન આપી હતી. એ સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ આ લોનની પર્સનલ ગેરંટી આપે છે, પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૭ પછી કંપની લોન ચૂકવવામાં ડિફોલ્ટ થઈ ગઈ. આ મામલે અનિલ અંબાણીનું કહેવું છે કે, તેમણે પર્સનલ ક્ધફર્ટ લેટર આપવાની વાત કરી હતી, પરંતુ અંગત સંપત્તિને ગેરંટી બનાવવાની વાત ક્યારેય નથી કરી. ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિલ બેંક ઓફ ચાઈનાની મુંબઈ શાખા, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈનાએ ફેબ્રુઆરી ૨૦૧૨માં લેવાયેલી લગભગ ૯૨.૫૦ કરોડ ડોલર (૬,૪૭૫ કરોડ રૂપિયા)ની લોન પર એક પર્સનલ ગેરંટીના કથિત ઉલ્લંઘનને લઈને અનિલ અંબાણીની સામે ચુકાદો આપવાની માગ કરી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બોસની સામે ગત વર્ષે ચીનની ત્રણ બેંકોને શરતી આદેશ આપવા માટે શરતો નક્કી કરવાને લઈને લંડનમાં હાઈકોર્ટ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના એક કોમર્શિયલ ડિવિઝનમાં સુનાવણી દરમિયાન અંબાણીની લીગલ ટીમે એ સ્થાપિત કરવાની માગ કરી હતી કે જ્યારે તેમની દેણદારી પર વિચાર કરવામાં આવે ત્યારે તેની કુલ સંપત્તિ શૂન્ય માનવામાં આવે.

અંબાણીના વકીલ રોબર્ટ હોવેએ કહ્યું કે, અંબાણીએ કરેલા ઈન્વેસ્ટમેન્ટની વેલ્યુ ૨૦૧૨ પછી સમાપ્ત થઈ ગઈ હતી. ભારત સરકાર દ્વારા સ્પેક્ટ્રમ આપવાની પોલિસીમાં ફેરફારની ભારતીય ટેલિકોમ સેક્ટર પર ઘેરી અસર પડી હતી. વર્ષ ૨૦૧૨માં અંબાણીના રોકાણની કિંમત ૭ અબજ ડોલરથી વધુ હતી, પરંતુ હવે તે ૮.૯ કરોડ ડોલર (૬૨૩ કરોડ રૂપિયા) રહી ગઈ છે અને જો એક વખત જ્યારે તેમની દેણદારી પર વિચાર કરવામાં આવે છે તો તેની કુલ સંપત્તિ શૂન્ય થઈ જાય છે. સાધારણ વાત છે, તે એક પૈસાદાર બિઝનેસમેન હતા, પરંતુ હવે નથી.અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનું રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્રુપ પર લોનનો ઘણો મોટો બોજ છે, જેના કારણે તે મુશ્કેલીમાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર સુધી રિલાયન્સ ગ્રુપ પર ૧૩.૨ અબજ ડોલર (લગભગ ૯૩ હજાર કરોડ રૂપિયા)નું દેવું હતું. એરિક્શનની સાથે પણ આ જ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સએ એરિક્શનને ૫૫૦ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનિલ અંબાણી દેવું ચૂકવવા માટે તૈયાર થયા અને તેમાં મુકેશ અંબાણીએ તેમની મદદ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.