Abtak Media Google News

અનિલ કપુર આગામી ફિલ્મમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ બાબતે એક મીડિયા કર્મીએ પ્રશ્ર્ન પુછતા અનિલે ચિડાઈને અમિતાભ બચ્ચનના પિતાનું પાત્ર પણ ભજવવા તૈયાર છે તેવો જડબાતોડ જવાબ આપ્યો હતો.

ફિલ્મ જગતમાં મારે ઘણા સાથે સારા સંબંધો છે. મારી અત્યાર સુધીની કારકિર્દીમાં મને ઓફર થયેલી લગભગ બધી જ ભૂમિકા મેં ભજવી છે, મારા માનવા પ્રમાણે કોઈ પણ કલાકારને ફિલ્મોમાં પાત્ર ભજવવા અંગે સંકોચ ન હોવો જોઈએ તેમ અનિલ કપુરે જણાવ્યું હતું.

અનિલે હાલમાં જ ઐશ્ર્વર્યા સાથેની ફિલ્મ પૂરી કરી છે અને હવે સલમાન ખાન સાથેની ફિલ્મનું શુટિંગ શરૂ કરશે.

તે અને માધુરી દિક્ષીત પણ ફરી રૂપેરી પડદે દેખાય તેવી શકયતા સેવાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.