Abtak Media Google News

રાજકોટ શહેરમાં અનિલ અંબાણી ની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એરનેસ્ટ ની રકમ ન ભરી શકતા ટેન્ડર રદ થયું. આગામી સમય માં ફરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. બાંધકામનું ટેન્ડર અનિલ અંબાણીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અર્નેસ્ટની રકમ ભરી ન શકતા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ તેમાં કામ શરૂ કરતાં તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી ફરીથી ટેન્ડરિંગ કરવાની નોબત આવી પડી છે. આગામી સમયમાં અધિકારી દ્વારા રી-ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવશે.

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાઈટના એરફિલ્ડ ગ્રાઉન્ડ લેવલિંગથી માંડીને કમ્પાઉન્ડ વોલ, રન-વે સ્ટ્રિપ, ટ્રેનિંગ પેડ્સ, ટેક્સીવેથ્ઝ, એપ્રન સહિતના બાંધકામનો કોન્ટ્રાક્ટ જ જૂલાઈના પ્રથમ સપ્તાહમાં રદ્દ કરવાની એરપોર્ટ ઓથોરિટીને ફરજ પડી છે. પ્રથમ તબક્કામાં 900 કરોડનું કામ થવાનું છે. તેના માટે એફકોન્સ, દિલીપ બિલ્ડકોન, ગાયત્રી પ્રોજેક્ટ્સ, લારસન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે કંપનીઓ પૈકી રિલાયન્સનું ટેન્ડર સૌથી નીચું જણાતા ગત માર્ચમાં તેને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે 30 મહિનામાં કામ પૂરું કરી નાખવું. જો કે, નાણાંકીય કટોકટીમાં આવી પડેલી અનિલ અંબાણીની કંપની કામ શરૂ કરી શકી નહતી., એટલું જ નહિં, અર્નેસ્ટ મની ડિપોઝીટ પણ ભરપાઈ કરી શકી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.