લોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે

વિટામીન ડીની ઉણપથી સર્જાતી સમસ્યાઓના અભ્યાસ દરમિયાન મળી આવ્યા આરોગ્યલક્ષી ઉપચાર અને ઇલાજ : સંશોધનમાં સામે આવી વિગતો

કોરોના વાયરસ બાદ સજાગ બનેલા સંશોધનકારો દ્વારા મનુષ્યમાં રહેલા વિટામીન-ડીની ઉણપ અંગે કરાયેલા સંશોધન દરમિયાન વિટામીન ડીની ખામી ધરાવતા દર્દીના લોહીના પરિક્ષણ દરમિયાન રોગની ગંભીરતા અને તેના મૃત્યુ અંગેનો તાગ મળ્યો હતો તેમજ તેના ઉપચાર અને ઇલાજ અંગે પણ કેટલીક જાણકારી સંશોધન દ્વારા મેળવવામાં આવી છે.

શરીરમાં રહેલા રકતની હલન-ચલન કરતા વિટામીન-ડીના સ્તર અને તેના પ્રમાણની સમજણથી ઉમર લાયક વ્યક્તિના આરોગ્યના જોખમ અંગે તાગ મેળવી શકાય છે. રક્તના પરિક્ષણ દરમિયાન મળી આવેલા વિટામીન-ડીનું પરિભ્રમણ અને તેના પ્રમાણના અભ્યાસથી ભવિષ્યમાં તેના ગંભીર રોગ અંગેની આગોતરી જાણકારી મેળવી શકાય છે. શરીરમાં રહેલા વિટામીન-ડીના પુરતા પ્રમાણ પરથી તાગ મેળવી શકાય છે કે, વિટીમીન-ડીની ઉણપ અનેક ગંભીર રોગની સમસ્યાઓ ઉભી કરે છે.  આ અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે, વિટામીન-ડીની ઉણપ અને તેની ખામીથી નબળા આરોગ્યનું કારણ બની શકે છે. યુરોપમાં વિટામીન-ડીની ઉપણ મોટા પ્રમાણમાં મોટી ઉમરના લોકોમાં જોવા મળ્યું છે. વૃધ્ધા અવસ્થાની આરે આવેલા લોકોમાં કેન્સર, હૃદય રોગ અને ગંભીર રોગ માટે વિટામીન-ડી કારણભૂત બની શકે છે.

વિટામીન-ડી શરીરમાં નિશ્ર્ચિત માત્રા હોય છે. વિટામીન-ડી રોગ પ્રતિકારક શક્તિ આપી આરોગ્ય કેટલું સુરક્ષિત છે તે અંગેનો અભ્યાસમાં તારણ મળ્યું છે. વિટામીન-ડી અંગે લોહીના પરિક્ષણ દરમિયાન બેલ્જીયમના વિજ્ઞાની દ્વારા થયેલા અભ્યાસમાં યુરોપના ૧૯૭૦ જેટલા વૃધ્ધોના લોહીનું પરિક્ષણ કરી કરાયેલા અભ્યાસમાં આ મહત્વનું તારણ જોવા મળ્યું છે. જેમાં ૨૫ જેટલા વૃધ્ધોનું વિટીમીન-ડીની ઉણપના કારણે મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

Loading...