Abtak Media Google News

હાથશાળ, માટીકામ, મોતી કામ, ચર્મકામ, બાંધણી, કચ્છી ભરતકામ, બ્લોક પ્રિન્ટ, તેમજ ઘર સુશોભનની ચીજવસ્તુઓ નિહાળી શહેરીજનો આફરીન

રાષ્ટ્રીય હસ્તકલા મેળાનું રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારીગરો પોતાની હાથ બનાવટ હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, બાંધણી, કચ્છી ભરતકામ, બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, મશરુ, ઘરેણા, દીવડા, અનેગૃહ સુશોભનની અનેક વિશ્ર્વ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઇ રહ્યા છે. આપણી પરંપરાગત હસ્તકલાને રાજકોટના લોકો નિહાળીને ખુબ જ પ્રભાવિત થયા છે આગામી ર૦ મે સુધી રેસકોર્ષ ખાતે હસ્તકલા મેળાનું આયોજન કરેલ છે.

Vlcsnap 2018 05 16 10H36M41S248ભાવનગરના સલીમભાઇ મલેકે જણાવ્યું કે, હસ્તકલા મેળાનું ખુબ જ સરસ આયોજન કર્યુ છે. દરેક જગ્યાએ ઇન્ડેકસ દ્વારા આ રીતનું આયોજન કરવામાં આવે છે. અને અમને તેમાંથી રોજી-રોટી મળી રહે છે. અને જાતે જ ઉત્૫ાદન કરીએ છીએ. અને તેના વેચાણ માટે સરકાર અમને આ પ્લેટફોર્મ પુરું પાડે છે. સરકાર દ્વારા લોકોને પણ આકર્ષવા માટે તેમના સુધી સારી રીતે જાહેરાત પણ કરે છે. લોકોનો સારો રીસ્પોન્સ પણ સારો મળે છે. અહીં બધી જ હાથ બનાવટની આઇટમ મળતી હોવાથી ગ્રાહકો કંઇક ને કઇક લઇને જ જાય છે સરકાર દ્વારા કુટીર હસ્તકલા માંથી અમને લોન પણ આપવામાં આવે છે જેથી અને સાધન સમગ્રી કે કાચો માલ ખરીદી શકીએ.

ધોળકાના મહંમત ફારુકભાઇ એ જણાવ્યું હતું કે આયોજન સરસ છે. રાજકોટનાં લોકો ઇન્ડેક્ષ-સી વસ્તુની ખરીદી કરે છે. સરકારના ઇન્ટડકસ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમને મોટા મોટાં માર્કેટ મળે છે અમને અહી રીટેલ ગ્રાહકો મળે છે સાથે હોલસેલ ગ્રાહકો પણ મળે છે ધંધા માટે અમારે ઓળખાણ આપવાની જરુર નથી ઇન્ડેકસ-સી જ અમારી ઓળખાણ જેથી અમને વધારે કામ મળે છે. અન્ય જગ્યાએ ધંધા માટે ઓળખાણ જોઇએ. બાના પેકે ૫૦૦૦ થી ૧૦૦૦૦ ની ડીપોઝીટ રાખે પરંતુ ઇન્ડેકસ-સીએ ખુબ જ મોટી ઓળખાણ છે. અને ગર્વમેન્ટ તરફથી બધા કારીગરોને મોટા લાભ મળે છે. જેને લીધે મારી સાથેના ૨૦-૨૫ કારીગરોનું ગુજરાન ચલાવે સાથે મારું ગુજરાન પણ ચાલે આ આયોજનથી માકેટ મળી રહે છે. રાજકોટના લોકો વસ્તુની ખરીદી કરીને જ જાય છે. આવા આયોજનો થાય તો નાનામાં નાના કારીગરોને પણ પ્લેટફોર્મ મળે.

Vlcsnap 2018 05 16 10H38M34S91

આજથી ૧૦ વર્ષે પહેલા સામાન્ય કારીગર હતો. આ પ્લેટફોર્મથી હું ૨૦-૨૫ લોકોને રોજગારી પણ આથી શકું છું. જે નાના ગામડામાં લોકો તેમને અહીં ખાસ બોલાવવામાં આવે છે અમને અહીં સ્પેશિયલ ડેમો ટ્રેશન માટે પણ બોલાવે છે. અમને ઘણો લાભ મળી રહ્યો છે.

ભાવનગરનાં રુષભભાઇ કાપડીયાએ જણાવ્યું કે, અમારી મેન્યુફેકચરીંગ પ્રોડકટ બનાવીને અહીં વેચવા માટે અહીં આવીએ છીએ સારો સપોટ મળે છે અમારી વસ્તુનુ વેચાણ છે. અને ગ્રાહકોને ડાયરેકટ અમો બનાવેલી વસ્તુ વેચવા માટેનો મોકો મળે છે. રાજકોટના પબ્લીક ખુબ સારી છે. અને સારો રીસપોઇન્સ મળે છે.

Vlcsnap 2018 05 16 10H38M48S233

સરકાર તરફથી આ રીતનો સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જરુર પડે ત્યારે સબસીડી વાળી લોન પણ અમને મળે છે આ રીતે ગુજરાતમાં અને ગુજરાતની બાર ૧૦-૧૦ દિવસ માટે અમને સ્ટોલ ફાળવવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે દર વર્ષે આ રીતનું આયોજન થતું રહે જે અમારા માટે સારો મોકો છે કે દરેક શહેરમાં અમારી વસ્તુનું વેચાણ કરી શકીએ.

બોટાદના હરેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે ડેરાકોટા માટીની આઇટમ બનાવું છું દરેક કારીગરોના પ્રોત્સાહન માટે ખુબ જ સરસ આયોજન કર્યુ છે. દરેક કાીગરો દ્વારા ડાયરેકટ ઘર સજાવટની વસ્તુઓ મળી રહે તે રીતેનું આયોજન કયુર્ર્ છે. રાજકોટના લોકોને ડેરાકોટાની ઘર સજાવટની આઇટમ ખુબ જ ગમે છે. જે શો-રૂમ મોંધી મળતી હોય પરંતુ ડાયરેકટ કારીગર પાસેથી સસ્તી મળે છે. હસ્તકલા કારીગરો સરકાર દ્વારા લોનની સહાય પણ આપવામાં આવે છે. માટી કામ માટે પ૦ ટકા ના ભાવેની બધી સામગ્રી આપે છે. સરકાર આવા આયોજકો કરે છે તે રીતે હંમેશા કરતા રહે તેવી ઇચ્છા રાખીએ છીએ જેથી કારીગરોને ખુબ લાભ થાય.

દ્રષ્ટિબા ઝાલાએ જણાવ્યું કે, ખુબ સારું આનાથી કારીગરોને પ્રોત્સાહન મળે છે દરેક આઇટમ હાથની બનાવટની જ છે. આપણે તેમને વધારે સપોટ કરીએ તો પૈસા પણ આપણા દેશમાં રહે અને તેમને રોજગારી પણ મળે ખુબ જ સરસ અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. માટીકામની તોરણની વસ્તુઓ, પર્સ, ચંપલ શો-પીસ સહીતની સારી સારી વસ્તુઓ અહી ઉપલબ્ધ છે. યંગ લોકો સારુ જાણવા જેવું છે દરેક વસ્તુ યંગ લોકોને આકર્ષે છે.

Vlcsnap 2018 05 16 10H41M01S239

ભાવનગરના આશાબેન ભાટીયાએ જણાવ્યું કે ગાંધીનગરથી ખુબ જ સારુ આયોજન કર્યુ છે અને રાદડીયા સાહેબનો પણ સારો સપોટ મળે છે. બધા કારીગરો પોતાના હાથ બનાવેલી વસ્તુ લાવ્યા છે. જેમાં રાજકોટના લોકો મોટી સંખ્યામાં અહી આવે છે છેલ્લા ૧ થી ર વર્ષથી આ રીતનું સારું આયોજન થાય છે. તેમના તરફથી દરેક અલગ અલગ જગ્યાએ જઇને આ રીતનું આયોજન કરે છે અને અમને પણ પ્લેટફોર્મ મળી રહ્યું છે અને આનાથી લેડીઝ પગભર થઇ શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.