Abtak Media Google News

લક્ષ્મીનગરનું નાળુ પહોળુ કરવા માટે રેલવેની સૈધ્ધાંતીક મંજૂરી: જોઈન્ટ ક્ધસલ્ટન્ટની નિમણૂંક માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાશે

ચોમાસાની સીઝનમાં શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની જતા અને ભારે વરસાદમાં સદંતર બંધ જતા લક્ષ્મીનગરના નાલાને પહોળુ કરવા માટે રેલવે દ્વારા સૈધ્ધાંતીક મંજૂરી આપી દેવામાં આવી છે. મહાપાલિકા દ્વારા અહીં ૩૦ કરોડ ‚પિયાના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા પત્રકારો સમક્ષ કરવામાં આવી છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા જયારે તેઓ દિલ્હીની મુલાકાતે ગયા હતા ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ સમક્ષ લક્ષ્મીનગર નાલાને પહોળુ કરવા માટે રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન રેલવે મંત્રીએ સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધી પ્રશ્ર્નનો નિવેડો લાવવા તાકીદ કરી હતી. આ અંગે ધારાસભ્ય તથા કોર્પોરેટરો દ્વારા વારંવાર રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી. તાજેતરમાં સૌરાષ્ટ્રના તમામ સાંસદો સાથે રેલવે ડિવિઝન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેલવેના અધિકારીઓએ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરના નાલાને પહોળુ કરવા માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ભવિષ્યમાં મંજૂરી સહિતના કોઈ પ્રશ્ર્નો ઉભા ન થાય તે માટે મહાપાલિકા અને રેલવે વિભાગ દ્વારા જોઈન્ટ ક્ધસલ્ટન્ટની કરવા માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. મેયરે વધુમાં ઉમેયું હતું કે, લક્ષ્મીનગરનું નાલુ પહોળુ કરવાના બદલે મહાપાલિકા દ્વારા અહીં ‚ા.૩૦ કરોડના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવશે જેની ઉંડાઈ મહિલા કોલેજ અંડર બ્રિજ જેટલી ૫.૫૦ મીટરની રહેશે. ટૂંક સમયમાં ક્ધસલ્ટન્ટની નિમણૂંક સહિતના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને લક્ષ્મીનગરના નાલે ઝડપથી અંડરબ્રિજ બને તે દિશામાં કાર્યવાહી કરાશે.

કાલાવડ રોડ બાદ રેસકોર્સ રીંગ રોડ પર પણ ડિવાઈડર બદલાશે

૨૫૦૦ રનીંગ મીટરના ડિવાઈડર પીપીપીના ધોરણે બદલાવવા ટેન્ડર પ્રસિધ્ધરાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ પર ડિવાઈડર બદલવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં શહેરના હાર્દ સમા રેસકોર્સ રીંગ રોડના પણ ડિવાઈડર બદલવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ ગૌરવ પથ એવા કાલાવડ રોડનું સેન્ટ્રલ લાઈટીંગ ચેન્જ કરવામાં આવી રહી છે અને ડિવાઈડર બદલવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે પીપીપીના ધોરણે રેસકોર્સ રીંગ રોડ ૨૫૦૦ રનીંગ મીટરના ડિવાઈડર બદલવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે.અહીં સેન્ટર લાઈનમાં કોઈપણ ફેરફાર કરવામાં આવશે નહીં. ડીપ ઈરીગેશન સાથે લાઈટીંગની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ માટે મહાપાલિકાની એક પણ ‚પિયાનો ખર્ચ થશે નહીં સમગ્ર પ્રોજેકટની કોસ્ટ ‚ા.૫૫ લાખ થવાની સંભાવના છે જે કોન્ટ્રાકટર કરશે. બદલામાં તેને જાહેરાતના હક્ક આપવામાં આવશે.

કયાં ટ્રાફિક જામ છે?, બીઆરટીએસસિટી બસ ટીપરવાન કયાં પહોંચી ? ડિસપ્લેમાં દેખાશે

સ્માર્ટ સિટી રાજકોટ અંતર્ગત મહાપાલિકા દ્વારા આઈ-વે પ્રોજેકટમાં શહેરભરમાં ૯૭૩ સીસીટીવી કેમેરા મુકવામાં આવનાર છે. હાલ શહેરના ૧૦૭ સ્થળે ૪૮૭ સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેનું ટેસ્ટીંગ શ‚ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેકટમાં થોડુ અપગ્રેશન કરવામાં આવ્યું છે જેમાં શહેરમાં અલગ અલગ સ્થળોએ મહાકાય ડિસપ્લે મુકવામાં આવશે જેમાં અલગ અલગ પ્રકારની માહિતી દર્શાવાશે. શહેરના કયાં રોડ પર ટ્રાફિકજામ છે, બીઆરટીએસ અને સિટી બસ કયાં પહોંચી અને ટીપરવાન કયારે ઘર પાસે આવશે તે સહિતની માહિતી લોકોને ડિસપ્લે કે પોતાના મોબાઈલ પર મળશે.મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ શહેરના ૬૭ સ્થળોએ ૨૧૫ ફિકસ કેમેરા અને ૭૧ ઈટીઝેન કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. ૧૫ લોકેશન પર ફ્રિ વાઈફાઈની સુવિધા આપવા માટેની કામગીરીનું પણ ટેસ્ટીંગ થઈ રહ્યું છે. શહેરના પ્રથમ તબક્કે જિલ્લા પંચાયત, કે.કે.વી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ૧૦ સ્થળોએ એલઈડી ડિસપ્લે મુકવામાં આવશે. જેના પર અલગ અલગ માહિતી ડિસપ્લે કરાશે, જેવી કે કયાં ટ્રાફિકજામ છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે, અવાજની માત્રા કેટલી છે સહિતની માહિતી મળશે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ ઈન્ટરનેટ ઓફ થીંકસનો પ્રોજેકટ છે. જેમાં થોડુ અપગ્રેડ કરવામાં આવ્યું છે.એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે જેના થકી શહેરીજનોને બીઆરટીએસ કે સિટી બસ કયાં પહોંચી અને કયાં સ્થળેથી કયારે મળશે તેની માહિતી મોબાઈલ પર મળશે. સાથો સાથ ટીપર વાનનું લોકેશન પણ જાણી શકાશે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે હાઈવે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં પ્રથમ તબક્કે ફીટ કરવામાં આવનાર ૪૭૩ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.