Abtak Media Google News

ફેસબૂક લાઈવથી ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો

જિલ્લા રોજગારી કચેરી  સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને કોરોના મહામારીના સમયે ઘરે બેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર જિલ્લા રોજગારી કચેરી – સુરેન્દ્રનગર દ્વારા તાજેતરમાં How to prepare an effective CV/RESUME વિષય પર કચેરીના ફેસબુક એકાઉન્ટ જિલ્લા રોજગાર કચેરી સુરેન્દ્રનગર પર લાઈવ વેબિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જિલ્લા રોજગાર અધિકારી જે.ડી.જેઠવા તથા કચેરીના કાઉન્સેલર મયુરભાઈ વાઘેલા તેમજ જલધિજા જોબ્સ ઈન્ડીયાના ચેરમેન વૈભવભાઈ ચોકસી દ્વારા ફેસબુક લાઈવ એક કલાકના વેબિનારમાં રીઝ્યુમ તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓએ ક્યા ક્યા મુદ્દા ધ્યાનમાં લેવા અને કેવા પ્રકારના કી-વર્ડ વાપરવા ઉપરાંત ડીઝીટલ રીઝ્યુમ કેવુ હોવુ જોઈએ સહિત અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારે રીઝ્યુમ બનાવવા માટે શું કાળજી રાખવી જેવા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં ફેસબુક લાઈવ માધ્યમથી આયોજીત કરાયેલ આ વેબિનાર ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાઈવ નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.