Abtak Media Google News

આગામી લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયા છે, ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને આજે એક મહત્વની બેઠક મળવા જઇ રહ્યા છે. આ બેઠક રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ બેઠકમાં સિનિયર અધિકારીઓ અને મંત્રીઓ સાથે સમીક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે,દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગતરોજ ભારતના 12 મીરાજ વિમાનોએ POK માં પ્રવેશીને 1000 કિલો બોમ્બનો વરસાદ કર્યો હતો અને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવ્યા બાદ ભારત સહિત અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની વિવિધ સીમાઓ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે જેની ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.