Abtak Media Google News

મુખ્યમંત્રીની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લીધી

મુંબઈના વર્ધમાન પરીવારે અબડાસાના ૩૦ ગામોનો સર્વે કર્યો તો જણાયું કે તેના ૧૦,૯૦૦ પૈકી ૮૫૦ પશુઓ તો મરણને શરણ થઈ ચુકયા છે. વર્તમાન અછત-દુષ્કાળની કટોકટીમાં કચ્છના હજારો પશુઓને બચાવવા વર્ધમાન પરીવાર મુંબઈ દ્વારા અનેક ઢોરવાડાઓ કચ્છ ખાતે ગુજરાત સરકાર અને દાતાઓની મદદથી ચાલુ કરેલ છે. વર્ધમાન પરીવારે તો અગમચેતી વાપરીને ચાર મહિનાથી જ નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાઓમાં રાહતકાર્ય શરૂ કરી દીધું હતું.

પાંચ મહિનામાં ૧૩૩ ગામોના પશુઓના ચારાપાણી પાછળ જ બે કરોડ રૂપિયા ખર્ચાઈ ચુકયા છે. આ મેગા કેટલ કેમ્પનો ૫૦,૦૦૦ હજાર જેટલા અબોલ જીવોને મળી રહ્યો છે. હજુ પણ આ સહિતના તેમજ વધુ અબોલ જીવોને આગામી જુલાઈ માસ સુધી શકય હશે તે ત્યાં સુધી મદદ કરવાની લગભગ ૨૫ કરોડ રૂપિયાના માતબર ખર્ચે વર્ધમાન પરીવારની ભાવના છે. સમગ્ર આયોજનની વિગતો આપવા તેમજ આવનારા દિવસોમાં ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન લેવા વર્ધમાન પરીવારની ટીમ વિભાબેન (આઈ.એ.એસ) સાથે ગાંધીનગર મુખ્યમંત્રીને રૂબરૂ મળી હતી.

આ અંગે વિભાબેન, અતુલભાઈ શાહ, સંજયભાઈ વોરા, જીતુભાઈ, શાહ, કમલેશભાઈ શાહ, મિતલ ખેતાણી અને રાજેન્દ્ર શાહ, નિર્વાણભાઈ શાહ, દેવચંદભાઈ ગડા, મનોજભાઈ સોલંકી, પ્રણવભાઈ શાહ, અભયભાઈ શાહ સહિતનાઓએ વિજયભાઈનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.