Abtak Media Google News

અલગ-અલગ ૭ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવુ તારણ: જો કે, કોંગ્રેસ આ વખતે ખાતુ ખોલાવામાં સફળ રહે તેવી પણ શકયતા

લોકસભાની ૫૪૩ બેઠકો માટે અલગ અલગ ૭ તબકકામાં મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે અલગ અલગ ખાનગી એજન્સીઓ અને ન્યુઝ ચેનલો દ્વારા ચૂંટણી પરિણામોને લઈ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કેન્દ્રમાં ફરી એક વખત પૂર્ણ બહુમત સાથે ભાજપ પ્રેરીત એનડીએની સરકાર બની રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના હોમટાઉન એવા ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહેશે અને આ વખતે ગુજરાતમાં ભાજપ ૨૨ થી ૨૬ બેઠકો જીતે તેવો અંદાજ એક્ઝિટ પોલે આપ્યો છે. જો કે, કોંગ્રેસ આ વખતે રાજયમાં ખાતુ ખોલાવે તેવી સંભાવના પણ એક્ઝિટ પોલમાં વ્યકત કરવામાં આવી છે. એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી મોદીની સરકાર બની રહી હોય તેવા તારણો આવતા ભાજપના કાર્યકરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

લોકસભાની ચૂંટણીનું સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનતી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હોમ સ્ટેટ એવા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલના સર્વે મુજબ ભાજપને ૨૨ થી લઈ ૨૬ સુધી બેઠકો મળી રહી છે. ટાઈમ્સ નાવ અને વીએમઆરના અંદાજ મુજબ ભાજપને ગુજરાતમાં ૨૩ અને કોંગ્રેસને ૩ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે. જયારે એબીપીના સર્વેમાં ગુજરાતમાં ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૨ બેઠકો મળી રહી છે.

આજતક અને એકસીસના સર્વેમાં રાજયમાં ભાજપને ૨૫ અથવા ૨૬ જયારે કોંગ્રેસને ૧ કે એક પણ નહીં બેઠક પ્રાપ્ત થશે. અને સીવોટરના સર્વેમાં ગુજરાતમાં ભાજપને ૨૨ અને કોંગ્રેસને ૪ બેઠકો મળતી હોવાનું દર્શાવાયું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં જેના એક્ઝિટ પોલ સૌથી એકઝેટ સાબીત થયા હતા તે ન્યુઝ-૨૪ અને ચાણકયના સર્વેમાં રાજયમાં ફરી ભાજપ તમામ ૨૬ બેઠકો હાંસલ કરતો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જયારે ન્યુઝ-૧૮ અને આઈપીએસઓએસના સર્વેમાં રાજયમાં ભાજપને ૨૫ અને કોંગ્રેસને ૧ બેઠક મળતી હોવાનું બતાવવામાંઆવ્યું છે. સીએસડીએસના સર્વેમાં ગુજરાતમાં ભાજપને ૨૪ અને કોંગ્રેસને ૨ બેઠકો મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં મોદીનું મહામેજીક ચાલી રહ્યું હતું ત્યારે મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં ભાજપે રેકોડબ્રેક પ્રદર્શન કર્યું હતું અને ઐતિહાસિક તમામ ૨૬ બેઠકો પર તોતીંગ લીડ સાથે વિજય હાંસલ કર્યો હતો. જો કે, પાટીદાર અનામત આંદોલન સહિતના પરિબળોના કારણે આ વખતે રાજયમાં ભાજપને તમામ ૨૬ બેઠકો ન મળે તેવી શકયતાઓ પણ વ્યકત કરવામાં આવી છે. ત્યારે સાતમાં તબકકાના મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલમાં જે તારણો રજૂ કરવામાં આવ્યા છે તે તમામ તારણો હાલ ગુજરાતવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યાં છે.

કારણ કે, રાજયમાં ભાજપને ૨૨ થી ૨૬ બેઠકો મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આવું જ તારણ એક્ઝિટ પોલમાં પણ આપવામાં આવ્યું છે.એક્ઝિટ પોલને માત્ર અંદાજ માનવામાં આવે છે. સાચુ પરિણામ જયારે ૨૩મી મેના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે જ જાહેર થશે. ૨૦૧૪માં ગુજરાતમાં ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહેલી કોંગ્રેસ આ વખતે રાજયમાં ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ૪ બેઠકો હાંસલ કરે તેવું પણ સર્વેમાં બતાવવામાં આવી રહ્યું છે.

 

એજન્સી

 

ભાજપ

 

કોંગ્રેસ

 

અન્ય

 

ટાઇમ્સનાઉ-વીએમઆર

 

૨૩

 

૦૩

 

 
એબીપી

 

૨૪

 

૦૨

 

 
આજતક-એક્સિસ

 

૨૫-૨૬

 

૦૨

 

 
– સીવોટર્સ

 

૨૨

 

૦૧

 

 
ન્યુઝ ૨૪ – ચાણકય

 

૨૬

 

૦૪

 

 
ન્યુઝ ૧૮આઇપીએસઓએસ

 

૨૫

 

૦૦

 

 
સીએસડીએસ

 

૨૪

 

૦૧

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.