Abtak Media Google News

પૃથ્વીનાં બદલતા રહેતા વાતાવરણ અને હિમયુગ વખતે પૃથ્વીના પેટાળમાં દબાઈ ગઈ હોઈ તેવું તારણ !

વિશાળ બ્રહ્માંડના ભેદ પામવા માટે કાળામાથાનો માનવી સતત સંઘર્ષ કરી રહ્યો છે. બ્રહ્માંડની સાંપેક્ષમાં પૃથ્વીનાં રજનીપણ રજ ગણાય તેવી વિશાળ કુદરતીય સરચનાની ઉંમરનો પણ તાગ મેળવી શકાય એવો નથી પૃથ્વીની ઉંમર બ્રહ્માંડની રચનાના સાચા જવાબો કયારે મળશે તેનું કાંય નકકી નથી પ્રયોગોમાં માત્ર તાગ જ મળે છે.

પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયામાંથી મળી આવેલી ઉલ્કાના અવશેષોનું પૃથ્થકરણ કરતા વિશ્ર્વની સૌથી જૂની ઉલ્કાનું આયુષ્ય ૨.૨ બિલીયન વર્ષ જૂનુ હોવાનું અનુમાન સામે આવ્યું છે. પરબબુલ્લા ઉલ્કા ૨.૨૨૯ બિલિયન વર્ષ જૂની અને તેનો મતલબ એકે પૃથ્વીની સપાટી પર મળી આવેલી આ ઉલ્કા ૨૦૦ મીલીયન વર્ષ જૂની છે. આ ઉલ્કા પૃથ્વીના બદલતા રહેતા વાતાવરણ અને હિમયુગ વખતે પૃથ્વીના પેટાળમાં ધરબાઈ ગઈ હશે.

પરબબુબ્બાના ભાગ લાખો વર્ષ જૂનો માનવામાં આવ્યો છે. પરંતુ તેની નિશ્ર્ચિત તારીખનો અનુમાન લગાવવો અધરો છે. પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયાની એ સાઈટ અનેક પરિવર્તનો, ધરતીકંપો, જવાળામુખી જેવી કુદરતી પરિબળોનાં કારણે મૂળભૂત સ્થિતિમાં સચવાયેલી નથી પરંતુ હજુ ઉલ્કાના કેટલાક ભાગો યથાવત રીતે સચવાયેલા રહ્યા છે.

સંશોધકોની ટીમે તેનું પૃથ્થકરણ કરવા માટે તેના ખનીજ તત્વો ઝારકોર્ન મોનેઝાઈડનું પૃથ્થકરણ કરતા તેમાંથી જીણાધણાદાર પદાર્થો કાળના થપાટોમાં અનેક યુગના ફેરફારો સંઘરીને બેઠા હોવાનું બહાર આવ્યું છે. ઉલ્કાના રજકણોમાંથી મળી આવેલું યુરેનિયમ વિજ્ઞાનીકો માટે ઉલ્કાના સમયગાળા અને પૃથ્વીના હિમયુગ સ્નોબોલનો તાગ આપવામાં મદદ‚પ થઈ રહ્યો છે. ૨.૨. બિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં આ ઉલ્કા પડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ અવશેષોમાંથી ગ્લેશિયલમાં ૪૦૦ મીલીયન વર્ષના સમયગાળા દરમિયાન પરબબુબ્બા ધરબાઈ ગઈ હશે કર્ટીન વિશ્ર્વ વિદ્યાલયના પ્રોફેસર ક્રિશ ક્રિકાર્ટકે જે ગ્રહોના વિજ્ઞાનનું સંશોધન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે પૃથ્વી સતત પણે તેનીથી જેલી સ્થિતિ વચ્ચે ધૂમી રહી છે. પરબબુબાઆ ભાગ બરફથી ઢંકાયેલો રહ્યો હતો. ૭૦ કીમીના ફેલાવવામાં પરબબુબ્બા ટ્રિલિયનટન વજનના બરફને વાતાવરણમાં ઉડાડી ચૂકયું છે જોકે બરફની પરતના અવશેષો મળી આવ્યા છે. ત્યારપછી ધીરેધીરે પૃથ્વીનું વાતાવરણ ગરમ થયું હતુ.

પ્રયોગોથી આખો પહોળી થઈ જાય પરત બુબ્બાના સંશોધનમાં કેટલીક એવી હકિકતો બહાર આવી છે કે જ આર્શ્ર્ચચકિત કરી છે. હિમયુગમાં આ વિસ્તાર બરફથી ઢંકાય ગયું હશે એવું માનવામાં આવે છે પરંતુ ગ્લેસિયલનાં કોઈ પૂરાવા મળ્યા નથી.

પ્રો.ટીમ બોરો, એરિકશમનના અનુમાનો હજુ સંશોધનની પ્રક્રિયામાંથી પાસ થઈ રહ્યા છે. હિમયુગમાં જયારે પૃથ્વી બરફનો ગોળો હતો ત્યારે તેનું વાતાવરણ અને સૂર્યપ્રકાશની ભૂમિકા પરબબુબ્બાના પૃથ્વી પરની આગમનના અનેક રહસ્યો આ વિસ્તારમાં ધરબાયેલા છે.આ રહસ્યો ઉકેલવાનો એક જ રસ્તો છે કે પૃથ્વીના ઈતિહાસ આખો ઉલકેલવામાં આવે પરબબુબ્બા પૃથ્વી પરની સૌથી પ્રાચીન ઉલ્કા માનવામાં આવે તો પણ બ્રહ્માંડની ઉંમરનો તાગ મેળવવા યુગોના યુગોની કલ્પના કરવી ઘટે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.