Abtak Media Google News

શું તમને પોસ્ટ મોર્ટમ સાથે જોડાયેલી હકિકતની ખબર છે? આપણે તેનાં વિશે સાંભળ્યું હશે, કદાચ થોડી ઘણી ખબર પણ હશે. આપણાં પરિવારજનો પૈકી કોઇ એક બે કિસ્સામાં આમાંથી તમો પસાર પણ થયા હશો. પરંતુ એક વાત નકકી છે કે વ્યકિતનાં મૃત્યુના સાચા કારણો જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે. આપણે , રૂટીંગ વાતચીતમાં તેને પી.એમ.થી વધુ જાણીયે છીએ.

મોટા મોટા કેસ સોલ્વ કરવા માટે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ કામ લાગે છે. પરંતુ તમો કદાચ જાણતા નહીં હો કે પોસ્ટ મોર્ટમ રાત્રે નથી કરવામાં આવતું, રાતનાં સમયે એલ.ઇ.ડી. લાઇટ કે પ્રકાશમાં, ટયુબ લાઇટના કૃત્રિમ પ્રકાશમાં ઇજાનો રંગ લાલને બદલે રીંગણી કલરનો દેખાય છે. ફોરેન્સિક સાયન્સમાં રીંગણી કલરની ઇજા થવાનો ઉલ્લેખ નથી કરાયો. જયારે કેટલાક ધર્મોમાં પણ રાત્રે નથી કરવામાં આવતું એટલે પણ કેટલાક લોકો રાત્રે પોસ્ટ મોર્ટમ નથી કરતાં અને દિવસનો સમય માંગે છે.

રાત્રે પોસ્ટ મોર્ટમ કરવાથી પ્રાકૃતિક અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાનાં રંગો અલગ દેખાવાના કારણે પણ પોસ્ટ મોર્ટમનાં રીપોર્ટને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ફોરેન્સિક સાયન્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં આ વાત શીખવવામાં આવે છે. આજકાલના સમયમાં નવી ટેકનિકને કારણે રાત્રે પણ ડોકટરો પોસ્ટ મોર્ટમ કરે છે. આજે તો અદ્યતન ટેકનોલોજીના માઘ્યમો તથા વિવિધ ઉપકરણો દ્વારા ઘણું તલસ્પર્શી પૃથ્થકરણ કરવામાં આવે છે.

પોસ્ટમોર્ટમ એક વિશેષ પ્રકારની શેલ્ય ક્રિયા એટલે કે ઓપરેશન છે. જેમાં મૃતદેહનું પરિક્ષણ કરવામાં આવે છે. મૃત દેહનાં પરિક્ષણનો અર્થ એ છે કે વ્યકિતનાં મૃત્યુના સાચા કારણો જાણવા મળે વ્યકિતનાં મૃત્યુના ૬ થી ૧૦ કલાકની અંદર જ પોસ્ટમોર્ટમ થાય છે. વધુ સમય વીતી જવાથી મૃતદેહમાં ઘણા પ્રકારના પ્રાકૃતિક પરિવર્તનો થવાની આશંકા હોય છે. એટલે જ બને એટલું જલ્દી મૃત દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે.

ખરેખર જયારે કોઇપણ વ્યકિતનું અકસ્માતે, આપઘાત કરવાથી મૃત્યુ થઇ જાય ત્યારે તેના મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું પડે છે. ઝેર પિવાના કિસ્સામાં વિસરા લેવામાં આવે છે.

જેમાં આંતરડુ, હોજરી, અંદરનાં સ્ત્રાવ વધેલો ખોરાક ને ઘ્યાને લેવાય છે. અમુક કિસ્સામાં ‘પેનલ પી.એમ.’ જેમાં એકથી વધુ તબીબો પોસ્ટ મોર્ટમ કરે છે. અમુક ગુનાના કેસમાં વાળ લોહી કે ડી.એન.એ.ની પણ તપાસ કરવામાં આવે છે.

જે તે મેડીકલ કોલેજમાં પોસ્ટમોર્ટમની નિષ્ણાંત ડોકટરની ટીમ તથા ફોરેન્સીક લેબોરેટરી સુવિધા હોય છે. જે પી.એમ. રીપોર્ટ તૈયાર કરવામાં મદદ‚પ થાય છે. સામાન્ય જનતા પી.એમ. રીપોર્ટ વિશે તો જાણતી હોય છે. પણ પી.એમ. ની તપાસ દ્વારા ઘણી વસ્તુઓ જાણી શકાય છે જેની બહુ ઓછાને જાણ હોય છે.

ગુનો ઉકેલવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે: ફિંગર પ્રિન્ટ   

ફિંગર પ્રિન્ટ વિભાગ ફોરેન્સીક સાયન્સનો એક મહત્વનો વિભાગ છે. જયાં ફિંગર પ્રિન્ટ પરિક્ષણ દ્વારા ગુન્હેગારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. તેમ જ વિવિધ ગુન્હાઓ જેવા કે ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ, મર્ડર, અપહરણ વિગેરેમાં ક્રાઇમ તપાસમાં મળી આવેલા ફિંગર પ્રિન્ટની સરખામણી દ્વારા ગુન્હેગારની ઓળખ પ્રસ્થાપિત કરી ગુન્હો ઉકેલવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે.

64

ફિંગર પ્રિન્ટ શું છે? તેનો ઉપયોગ કેમ થાય છે અથવા તો કોઇપણ ઘટના સ્થળ પરથી ઓફિસરો ફિંગર પ્રિન્ટ કેવી રીતે મેળવીને ગુન્હેગારોને શોધે છે. તે જાણકારી બહુ ઓછા લોકોને હોય છે.

ફિંગર પ્રિન્ટ શું છે? તેનો ઉપયોગ કેમ થાય છે અથવા તો કોઇપણ ઘટના સ્થળ પરથી ઓફિસરો ફિંગર પ્રિન્ટ કેવી રીતે મેળવીને ગુન્હેગારોને શોધે છે. તે જાણકારી બહુ ઓછા લોકોને હોય છે.

સૌ પ્રથમ કોઇપણ ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓ પહોંચે છે અને ત્યાંથી ઘટના આધારીત માહીતી મેળવીને ગુન્હેગારોએ છોડેલા પૂરાવા મેળવવામાં આવે છે. જેમાં ફિંગર પ્રિન્ટ સૌ પ્રથમ મેળવવામાં આવે છે. જે ફોરેન્સીક સાયન્સ લેબના અધિકારીઓ મેળવે છે. જેમાં ઘટના સ્થળ પર રહેલ વસ્તુને મેગ્નીફાયર ગ્લાસની મદદ ચકાસવામાં આવે છે. જો તેના પર કોઇપણ જાતના નિશાન જોવા મળે તો તેને બેગમાં પેક કરવામાં આવે છે. જે તે વસ્તુ પર ફિંગર  પ્રીન્ટ મેળવવા વસ્તુને વર્ટીકલ તથા હોરિજેન્ટલ મુવમેન્ટમાં ફેરવવામાં આવે છે. વસ્તુ પર પાવડરને કારણે ફિંગર પ્રીન્ટ ઉપસી આવે છે. અથવા તો ફોટો પ્રીન્ટ લઇને ગુન્હેગારના ફિંગર પ્રીન્ટ સાથે સરખાવવામાં આવે છે. ઓછામાં ઓછું ૭૦ થી ૮૦ ટકા સામ્યતા હોવી જરુરી છે તો જ ગુન્હેગાર છે તેમ સાબિત કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.