Abtak Media Google News

ધ્રાંગધ્રા પંથકમાં ખેતર તથા વાડીઓમાં ચાલતા ડમી વીજ જોડાણ તથા વિજ ચોરીની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જે મુદ્દે ગઈકાલે સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા પીજીવીસીએલના કર્મચારીઓ ઉઠેલી વીજ ચોરીની ફરિયાદોના આધારે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં વીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ધ્રાંગધ્રા પંથકના અનેક ગામોમાં ચેકિંગ હાથ ધરી કેટલાક વીજ ચોરી કરનારાઓ પર કાયદેસર કરતા દંડ ફટકાર્યો હતો.

જયારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર-રાયગઢ ગામે પીજીવીસીએલના અધિકારી દિપકભાઈ લાલશીભાઈ રતનું તથા તેઓની ટીમ વીજ ચેકિંગ હાથ ધરતા ગામના જ કેટલાક શખ્સો ત્યાં આવી જઈ અધિકારીઓ સાથે જીભા-જોડી કરવા લાગ્યા હતા.

જે દરમિયાન પીજીવીસીએલના અધિકારીઓએ તેઓની ફરજમાં રૂકાવટ નહીં કરવા જણાવતા ટોળાની સાથે આવેલા નટુભાઈ જગમાલભાઈ, અશોક વાંજાભાઈ રબારી સહિતના કેટલાક અન્ય ટોળામાં આવેલા શખ્સો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ પર હુમલો કરી નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. જેથી પીજીવીસીએલના અધિકારી દિપકભાઈ લાલશીભાઈ રતનુ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ટોળા વિરુઘ્ધ ફરજમાં રૂકાવટ તથા જાનથી મારી નાખવાની ધમકી વગેરેની ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ રાઠવા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.