રાજકોટમાં માધાપરથી ઇશ્ર્વરીયા સુધી એપ્રોચ રોડ બનશે: કલેકટરે ગ્રાન્ટમાંથી રૂ. ૪૧ લાખ ફાળવ્યા

માધાપરથી ઇશ્વરીયા સુધીનો રોડ ખખડધજ હાલતમાં હોય અહીં એપ્રોચ રોડ બનાવવામાં આવનાર છે. આ માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગ્રાન્ટમાંથી રૂ. ૪૧ લાખની રકમ ફાળવી છે.

રાજકોટની ભાગોળે આવેલ પર્યટન સ્થળ એવા ઇશ્વરીયા પાર્કમાં શહેરીજનો મોટી સંખ્યામાં હરવા ફરવા જતા હોય હાલ કોરોનાને પગલે ઇશ્વરીયા પાર્ક બંધ હાલતમાં હોય રોડનું કામ કરવામાં સરળતા રહેતી હોવાથી એપ્રોચ રોડની કામ મંજુર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ રોડ ખખડધજ હાલતમાં છે. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહને કલેકટર અને આયોજનની ગ્રાન્ટમાંથી રૂ. ૪૧ લાખની રકમ ફાળવીને રોડનું કામ મંજુર કરાવ્યું છે.

ઉત્તરાયણ પછી પાર્ક ચાલુ કરવાની વિચારણા

કોરોનાને પગલે ઇશ્વરીયા પાર્ક બંધ રાખવામાં આવ્યો હતો. હવે કોરોનાના કેસો ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. જેથી અગાઉ ઇશ્વરીયા પાર્ક ખોલવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોરોનાનો બીજો તબક્કો તૈયાર થઈ જતા નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. પણ હવે ફરી કોરોનાના કેસ ઘટતા ઉત્તરાયણ પછી પાર્ક ચાલુ કરવાની વિચારણા હાથ ધરાઈ છે.

Loading...