ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે

‘ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન’ અંતર્ગત મંગળવારે જિલ્લા-તાલુકા કક્ષાએ રજૂઆત કરાશે

અબતક, રાજકોટ

‘ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન’ અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આગામી મંગળવારે જિલ્લા-તાલુકા લેવલે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાનાર છે.

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં આહીર અર્જુનભાઈ આંબલીયા દ્વારા પ્રેરીત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ છે કે, સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે, સમગ્ર દેશમાં ગૌહત્યા સંપૂર્ણ બંધ થાય, સમગ્ર દેશમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે, ગેરકાનૂની ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવે, ગૌમાતા સંદર્ભેની સરકારી યોજનાઓ ભ્રષ્ટાચાર મુક્ત રહે અને વધુ લોકો સુધી તેનો લાભ પહોંચે., રસ્તે રખડતા ગૌવંશની યોગ્ય વ્યવસ્થા  કરવામાં આવે.

ઉપર મુજબની મુખ્ય માંગો સાથે સમગ્ર ગુજરાતમાં આવતી ૧૫/૯/૨૦૨૦ના રોજ જિલ્લાએ કલેકટરોને તથા તાલુકાએ મામલતદારો મારફતે સરકારને આવેદનપત્રો આપવામાં આવશે.

ગૌમાતાઓને બચાવવાના અભિયાનમાં આહીર અર્જુનભાઈ આંબલીયા, રામભાઈ મિયાત્રા, લાલાભાઈ જીલરીયા, અજયભાઈ લોખીલ, વિક્રમભાઈ સોનારા, મુકેશભાઈ જોટવા અને વિપુલભાઈ લગારીયા ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...