Abtak Media Google News

ગીર સોમનાથ સહીત દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે, કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા ભારત દેશમાં આર્થિક તંત્ર ખોરવાયેલું છે, શરૂઆતનાં બે તબક્કામાં તો વેપાર-ધંધા-રોજગાર બંધ હોય ખાસ કરીને તમામ વર્ગનાં લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હજુ પણ આર્થિક મંદી અને કોરોનાનો ખતરો છે તેવા સંજોગોમાં આમ સમાજનાં વિવિધ પ્રશ્નોને લઈ આજે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલું એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, વેરાવળ નાયબ કલેક્ટર કચેરી ખાતે આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું,

આ આવેદનપત્રમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને કોરોનાની મહામારીમાં વ્યાપક બનેલા લોકડાઉનનાં કારણે આર્થિક પરિસ્થિતિ અતિ કપરી બનેલ હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ, મે અને જૂન-જુલાઈ માસનાં ઇલેકટ્રીક લાઈટબીલ, હાઉસટેક્ષ, હાઉસીંગ લોન હપ્તા, સ્કૂલ ફી માફ કરવી વગેરે પશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ, વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ, જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ હીરાભાઈ રામ, નાજાભાઈ ચોપડા, હિરેનભાઈ બામરોટીયા સહિતના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતા તેમ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભગુભાઈ વાળાની અખબારયાદીમાં જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.