Abtak Media Google News

૧ ફેબ્રુઆરીયે રજૂ થશે અંદાજપત્ર

૨૯મીથી શરૂ થતું સંસદનું અંદાજપત્ર બે તબકકે ચાલશે

અર્થ શાસ્ત્રીઓએ રોકાણકારોનો વિશ્ર્વાસ વધારવા નકકર પગલા લેવા પર ભાર મૂકયો

અંદાજપત્ર રજૂ થવાના આગલા દિવસે ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાશે.

વીડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાનાર આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજનાથસિંહ, થાવરચંદ ગેહલોત, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, અર્જૂન મેઘવાલ અને વી.મુરલીધરન પણ આ બેઠકમાં જોડાશે.

સર્વપક્ષીય બેઠક ઉપરાંત એનડીએના સાથીપક્ષોની બેઠક પણ ૩૦ જાન્યુઆરીએ મળશે.

અંદાજપત્ર સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થશે અને બે તબકકામાં ૮ એપ્રીલ સુધી ચાલશે અંદાજપત્ર સત્ર દરમિયાન ૧ ફેબ્રુઆરીએ સામાન્ય અંદાજપત્ર રજૂ થશે. બજેટ સત્રનો પ્રથમ તબકકો ૨૯ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધીનો છે. બીજો તબકકો ૮ માર્ચથી ૮ એપ્રીલ સુધીનો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ જાન્યુઆરીના સવારે ૧૧ કલાકે સંસદના બંને ગૃહ લોકસભા તથા રાજયસભાની સંયુકત બેઠકને સંબોધશે. સામાન્ય અંદાજપત્ર ૧ ફેબ્રુઆરીએ સવારે ૧૧ કલાકે રજૂ થશે.

છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થશાસ્ત્રીઓ તથા અલગ અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે બેઠકો યોજી રહ્યા છે. આયોજન નીતિ આયોગે યોજેલી આ બેઠકોમા આર્થિક ક્ષેત્રની મહત્વની બાબતોની ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સૌએ વાત સહમત થયા કે અર્થ વ્યવસ્થા ધીમે ધીમે મજબૂત રિકવરી તરફ આગળ વધી રહી છે.

અર્થ શાસ્ત્રીઓએ રોકાણનો વિશ્ર્વાસ વધારવા માટે નકકર પગલા લેવા પર ભાર મૂકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.