Abtak Media Google News

૫૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માડશે ફોર્મ વિતરણ શરૂ : આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ગોપાલ સ્નેકસ પ્રા.લીના સહયોગથી શિવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૨.૨.૨૦૨૦ને બુધવારે ૧૪માં સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન જી.આઈ.ડી.સી. મેટોડા રાજકોટ ખાતે કરાયું છે. જેમાં ૫૧ દિકરીઓ પ્રભુતામાં પગલા માડશે. દરેક દિકરીઓને સંસ્થા તરફથી કરીયાવરનો સામાન આપવામાં આવશે.

આ સમુહ લગ્નમાં કોઈપણ જાતની ફી રાખવામાં આવી નથી આ સમુહ લગ્નોત્સવના ફોર્મ ભરવા માટે બ્રાંચ ઓફીસ, માધાપર ચોકડી, રામપાર્ક સોસાયટી રાજકોટ ખાતે પ્રમુખ ઉમેદગીરી ગોસ્વામી મો. ૯૮૨૪૦ ૬૨૮૭૫ ઉપર તેમજ ૯૭૨૭૯૬૨૩૭૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે શિવ ચેરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી શિવકથા, બ્લડ ડોનેશન કેમ્પ, સાડી વિતરણ, સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ જયા અનેક પ્રોગ્રામનું આયોજન કરાયું હતુ છે જેનાં ભાગ‚પે આ ૧૪મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ વી. હદવાણી, બીપીનભાઈ હદવાણી, પ્રફુલભાઈ હદવાણી, તેમજ ઉમેદગીરી આર. ગોસ્વામી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.