Abtak Media Google News

કારની ડેકીમાંથી ૩૯૦ બોટલ દારૂ પકડાયો: ચાર લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ શહેર તેમજ પંથકમાં જાણે દેશી વિદેશી દારૂની સિઝન ખુલી હોય તે રોજ બરોજ દારૂ અંગેના ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે તાલુકાના અનિડા ભાલોડી ગામે પુરપાટ ઝડપે દોડતી volkswagen કાર પુલ નીચે ખાબકતા સર્જાયેલ અકસ્માતમાં વિદેશી દારૂનો જથ્થો બહાર આવવા પામ્યો હતો

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના સરપંચ સામતભાઈ બાંભવા એ જામકંડોરણા રોડ પરના પુલ નીચે દારૂ ભરેલી કાર અકસ્માતે પડી હોવાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને GJ ૦૧ KN ૭૪૨૪ નંબરની volkswagen વેન્ટો કારની પોલીસે તલાસી લેતા ડેકીમાંથી વિદેશી દારૂની ૩૯૦ બોટલ  કિંમત રૂપિયા ૧૧૭૦૦૦ મળી આવતા કુલ મુદ્દામાલ ૪૧૭૦૦૦ નો કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી  અને કાર ચાલક કોણ હતો તે અંગે તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.