સ્કાઇ ડાઇવિંગની દિલ ધડક એક્ટિવિટી માટે એરો સ્પોર્ટ પોલીસી ઘડાશે

પ્રવાસન વધારવા અને રોજગારીની તકો ઉભી કરવા માટે ઇન્ડિયન મંત્રાલય દ્વારા હાથ ધરાશે પ્રોજેકટ

ઋતિક રોશન ફરહાન અખ્તર અને અભય દેવલ જેવા સુપરસ્ટાર અભિનીત જીંદગી મિલેગી ના દોબારા ફિલ્મના કરોડો ચાહકો છે આ ફિલ્મમાં રજૂ થયેલા દ્રશ્યો આજે પણ લોકોના મનમાં ઉપસી આવે છે ખાસ કરીને સ્કાય ડાઇવિંગનું દ્રશ્ય લોકોને આ દિલધડક એક્ટિવિટી કરવા આકર્ષે છે. જોકે ભારતમાં સ્કાય ડાઇવિંગ અત્યાર સુધી શક્ય નહોતું. પરંતુ હવે સ્કાય ડાઇવિંગ સહિતની એરો સ્પોર્ટસ ગતિવિધિ માટે સૌપ્રથમ પોલીસી ઘડવામાં આવશે.એરો સ્પોર્ટસ દેશમાં પ્રવાસન રોજગારી વધારવા માટે હુકમનું પાનું સાબિત થશે. આ ક્ષેત્રમાં મૂડી રોકાણ પણ આવશે આ ઉપરાંત ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પોલિસી દ્વારા અનુકૂળ વાતાવરણ ઉભું કરવમાં આવશે. જોઈન્ટ સેક્રેટરી અંબર દુબે, ડીજીસીએ જોઈન્ટ ડિજી બિર સિંઘ રાય સહિતના અધિકારીઓ અને પ્રવાસન મંત્રાલયના સભ્યો આ સમિતિમાં મેમ્બર રહેશે.

અધિકારીઓની આ પેનલ એનએએસપીનો ડ્રાફ્ટ તૈયાર કરશે. આ ઉપરાંત ડ્રાફ્ટને આખરી ઓપ આપ્યા પહેલા લોકોના મંતવ્યો ને પણ ધ્યાને લેવામાં આવશે ખાસ કરીને મૂડીરોકાણ રોજગારી સર્જન ઉપર ધ્યાન આપવામાં આવશે.

નોંધનીય છે કે, દેશમાં મોદી સરકાર પ્રવાસન માટે તબક્કાવાર પગલા લઇ રહી છે. જેમાં સિપ્લેન વ્યવસ્થા ઉભી કરવી, સ્કાય ડાઇવિંગ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું તેમજ અન્ડર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વ્યવસ્થા કરવા સહિતની બાબતોમાં સરકારે પગલાં લીધા જ છે. સ્કાય ડાઇવિંગ બાબતે સૌ પ્રથમવાર પોલીસી ઘડવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગ થકી દેશમાં લાખો યુવાનોને રોજગારી મળી શકે તેમ છે. દેશમાં અનેક સ્થળે સમુદ્ર કિનારો છે જ્યાં સહેલાણીઓ આવે તે માટે પ્રયાસો થાય છે આવી જ રીતે સપાટ મેદાનો અને પર્વતો ની સંખ્યા પણ વધુ છે. જેનો ભરપૂર ઉપયોગ પ્રવાસનને વિકસાવવામાં થશે.

Loading...