Abtak Media Google News

જી હા, ફલાઇટમાં ૧પ કિલોથી વધારે સામાન લઇ જવાનું હવે ખર્ચાળ સાબીત થઇ શકે છે

હવાઇ મુસાફરી દરમિયાન ૧૫ કિલોથી વધારે સમાન લઇ જવાનું હવે ખર્ચાળ સાબિત થઇ શકે છે. દિલ્હી હાઇ કોર્ટથી મળેલી છૂટ બાદ સ્પાઇસ જેટે એક્સ્ટ્રા બેગેજ પર ચાર્જિસમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૧૫ કિલો સુધીનો સામાન લઇ જવા પર કોઇ એકસ્ટ્રા ચાર્જ નહી લાગે, પરંતુ જો તમે ૨૦ કિલો સુધીનો સામાન લઇ જાવો છો તો પહેલાની સરખામણી ૫૦૦ રૂપિયા વધુ એટલે કે ૧,૪૨૫ રૂપિયા ખર્ચ કરવા પડશે.તેવી જ રીતે ૨૦-૩૦ કિલો માટે ૨,૮૫૦ રૂપિયા આપવા પડશે, જ્યારે પહેલા ૨,૦૦૦ રૂપિયા ચાર્જ થતુ હતું. ૩૦-૪૦ કિલો, ૪૫-૬૫ કિલો અને ૬૫-૯૫ કિલો માટે અનુક્રમે ૪,૨૭૫ (પહેલા ૩,૫૦૦), ૫,૭૦૦ (પહેલા ૪,૬૬૭) અને ૮,૫૫૫ (પહેલા ૮૦૦૦) રૂપિયા આપવા પડશે. જે મુસાફરો ૧૫ કિલોથી વધારે બેગેજ માટે નહી કરાવે તો પ્રતિ કિલો ૩૦૦ રૂપિયાના દરે એરપોર્ટ કાઉન્ટર પર ચાર્જ આપવો પડશે. દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પછી બીજી કંપનીઓ પણ બેગેજ ચાર્જમાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓમાં ૧૫-૨૦ કિલો સુધીથી વધારે સામાન લઇ જવા પર ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના દરે ચાર્જ લેવાનું ઉૠઈઅ એ સૂચનાને નકારી દીધી છે.કોર્ટ દ્વારા ૧૦ જુન, ૨૦૧૬ ના નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે, જે મુજબ પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓને અગાઉથી નક્કી કરવામાં આવી છે ૨૦૦ થી ૩૫૦ રૂપિયા બદલે ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના દરથી વધારાનો ચાર્જ લેવાની પરવાનગી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.