સી.એમના કાફલાનું પાઇલોટીગ કરતી કારને નડ્યો અકસ્માત

174

સાબરકાંઠામાં સીએમ વિજય રૂપાણીનાં કાફલાની પાઇલોટિંગ કરતી કારને અકસ્માત નડ્યો છે. CM નો કાફલો આગિયા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન અચાનક જંગલી ભૂંડ આવી જતાં એક જીપ સાથે અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી.

આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાલ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે.અકસ્માતમાં ચાર પોલીસ કર્મી ઘાયલ થતા હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

Loading...