ધ્રાંગધ્રા-હળવદ રોડ પર સોલડી પાસે બાઈક અને ટેન્કર વચ્ચે થયો અકસ્માત…

43
accident
accident

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર અકસ્માતમાં એકનું મોત 

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર સોલડીપાસે બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. માર્ગ પર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.
ત્યારે સર્જાયેલા વધુ એક અકસ્માતની પોલીસ પાસે થયેલી પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર સોલડી પાસે આવેલી હોટલપાસે બાઈક લઈને જતા આધેડને ટેન્કરે હડફેટ લેતા ગંભીર ઈજા થઇ હતી. આથી તેઓને દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં સારવાર દરમિયાન મોતનીપજાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ટેન્કર ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Loading...