Abtak Media Google News

અમરેલીનું વડિયા સફાઈના અભાવે ગંદકીથી કદબદે છે વડિયા ખાતે શહેરના મોટા ભાગના વિસ્તારોમા નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગલાઓ ખડકાયેલા છે અનિયમિત અને કાળઝાળ ગરમીની ઋતુના કારણે ગંદકીની બદબુથી વાઇરલ ઇન્ફેક્શન થવાથી શરદી ઉઘરસ અને ઝેરી તાવ સહિતનો રોગચાળો ફેલાય તેવી શકયતાઓ છે ત્યારે વડિયા શહેરની ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોઈ તેમ ગંદકીના ઘર પંચાયતના સત્તાધીશોને ધ્યાનમાં આવતા નથી પંચાયતના સભ્યોના વહીવટથી વડિયા શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે.

Vlcsnap 2018 05 08 16H02M56S983વડિયા શહેરમાં ગંદકી દૂર કરવા પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી માત્ર દબલાઓ પકડાવી દીધા છે અને સફાઈ કરવા અંગે કોઈના હુકમની રાહ જોવાની હોઈ તેવો તાલ સર્જાયો છે વડીયામાં ઠેર-ઠેર ફેલાયેલી ગંદકી લોકોના આરોગ્યને માઠી અસર પહોંચાડે તે પહેલા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે પગલાં લેવા જોઈએ વડિયા-કુંકાવાવ તાલુકાની પંચાયતોમાં પતિદેવો ભવ:ને બદલે સરપંચને ધ્યાન આપવું જોઈએ સરકારના પરિપત્ર મુજબ.

Vlcsnap 2018 05 08 16H02M20S484વડિયા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મોટાભાગના વિસ્તારોમાં ગંદકી કાયમ માટે રહે છે જયાં પંચાયતના અમુક સફાઈ કામદારોને છૂટટા કરી અમુક કામદારો પહોંચવામાં વામળા પુરવાર થાય છે ત્યારે વડિયા શહેરને તાલુકાની તાજપોસી કરાવીને સરકારે વડિયાને તાલુકો બનાવીને મોટું સાહસતો કરી લીધું છે પરંતુ તાલુકાના વહીવટી તંત્ર દિવસે-દિવસે કંગાળ થતું જાય છે.

Vlcsnap 2018 05 08 16H01M18S266સુરગપરા વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ની સામે જ રહેતા ટીલાભાઈ બાલાપરિયાના મકાન પાસેજ ભૂગર્ભ ગટરમા કેટલાય સમયથી ખુલ્લી છે તેમાં નાના બાળકો પડી ચુક્યા છે ને કેટલાયે કુતરાઓ મરણ પથારીએ પોઢયા છે છતાં પંચાયતના સત્તાધીશો ભર નિંદ્રામાં છે ને ટીલાભાઈ બાલાપરિયા છેલ્લા છમાસ થી રોજ એક અરજી આપે છે છતાં પંચાયતના પેટમાં પાણી હલતું નથી તો શું આ વડિયા તાલુકામાં સરપંચપતિને વ્હાલા દવલાના નિયમથી ચાલે છે કે માત્રને માત્ર મલાઈમાજ ધ્યાન આપવામાં આવે છે તેવું સ્થાનિક લોકો જણાવી રહયા છે

Vlcsnap 2018 05 08 16H00M49S661સ્થાનિક અશોકભાઈ જોશીના જણાવ્યા મુજબ આ ભૂગર્ભ ગટર જ્યારથી બની ત્યારથી સાફ થઈ નથી અહીંના સ્થાનિક લોકોને અહીં ગંદકીની બદબુથી પરેશાની ભોગવવી પડે છેને બીમારીનો સામનો કરવો પડે છે જોકે સામુહિક આરોગ્ય કેન્દ્ર સામેજ છે એટલે 108 ની જરૂર પડતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.