અમરેલી એસ.ઓ.જી.ટીમે નાગેશ્રી ગામે દરોડા પડી સપાટો બોલાવ્યો…

138

 નાગેશ્રી ગામે જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી અમરેલી એસ.ઓ.જી.ટીમ

નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ દિવાળીના તહેવારો સબબ જુગાર રમતાં જુગારીઓના હિસાબે તેઓના પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે.અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ નાગેશ્રી ગામેથી જાહેરમાંથી તીનપત્તીનો જુગાર રમતાં સાત ઇસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-

(૧) લાલજીભાઇ કાનાભાઇ ધાપા રહે.ધુળીયા આગરીયા તા.રાજુલા
(૨) અનકભાઇ ભાણાભાઇ બોરીચા રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૩) છગનભાઇ બીજલભાઇ બાંભણીયા રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૪) સામતભાઇ મેરામભાઇ બોરીચા રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૫) ઇશુબભાઇ જમાલભાઇ મન્સુરી રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૬) ભુપતભાઇ રાણીંગભાઇ વરૂ રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૭) આતુભાઇ લખમણભાઇ લાડુમોર રહે.ધુળીયા આગરીયા તા.રાજુલા

પકડાયેલ મુદામાલઃ- ઉપરોકત સાતેય આરોપીઓએ નાગેશ્રી ગામે વચ્લી પાટીમાં હનુમાનજી મંદિર પાસે જાહેર બજારમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.24160 તથા 6 મોબાઇલ ફોન જેની કિ.રૂ.3200 ગંજીપત્તાના પાના નંગ-૫૨ નો મુદામાલ સાથે કુલ મુદામાલ કિ.રૂ.27360 ની સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં સાત ઇસમોને રોકડા રૂ.24160 સાથે કુલ મુદામાલ કિ.રૂ.27360 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.

Loading...