Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા માટે તા.૨૭/૦૮/૨૦૧૮ થી તા.૦૩/૦૯/૨૦૧૮ સુધીની ખાસ ઝૂંબેશ રાખવામાં આવેલ છે. જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી શહેર  ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં વાહન સાથે વિદેશી દારૂ ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) એસાન ઉર્ફે ભુરો રાજુભાઇ નુરાની ધંધો.કલર કામ મજુરી ઉ.વ.૨૪ રહે.મોટા કસ્બાવાડ માંઇ સરોવરમાંની દર્ગા પાસે અમરેલી વાળો

(૨) વિરલ ઉર્ફે લાલો બટુકભાઇ ભટ્ટી ઉ.વ.૨૭ ધંધો.બાલ દાઢી નો રહે.જેસીંગપરા ખોડીયાર મંદિર પાસે શેરી નં.૪ અમરેલી

મળી આવેલ મુદ્દામાલઃ

ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૧૦ કુલ કિં.રૂ.૪૦૦૦ કાળા કલરનો થેલો કિ. રૂ.૫૦ તથા હીરો સીડી ડીલકસ મોટર સાયકલ કિ. રૂ.૧૫૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ ૫૫૦૦ સાથે કુલ રૂ ૨૪૫૫૦ નો મુદામાલ મળી આવેલ છે.

ઉપરોકત આરોપીઓ દિવથી બસમાં દારૂ લઇને અમરેલી જેસીંગપરામાં ઉતરી મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતાં મળી આવેલ હોય તેઓ વિરૂધ્ઘમાં ધોરણસર ફરીયાદ દાખલ કરાવેલ છે.અને આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપવામાં સફળતાં મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.