Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે શનિવારે બપોરે અચાનક પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો બપોર સુધી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ તો અમરેલીના નાના લીલિયા, વનડા, ફિકાદ, મેકડા, સાવરકુંડલામાં વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે ઠંડક પ્રસરી જતાં લોકોને થોડો સમય ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ઊતર્યો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ તાપમાન 39થી 40 ડિગ્રીની વચ્ચે રહી ગયું હતું. અમરેલીમાં વરસાદની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. અહીં પણ હવામાન પલટાયું હતું. ગારિયાધરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં વરસાદ અને વાવાઝોડાથી ગાવડકા કિશાન ફાર્મ નજીક ઝાડ પડતા વાહન વ્યવહાર ને અસર થઈ હતી.

Whatsapp Image 2018 06 02 At 5.41.59 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.