Abtak Media Google News

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટી બે વર્ષથી ફરાર હતો આરોપી

અમરેલી પેરોલ પર્લો સ્કવોર્ડના ઈન્ચાર્જ પીએસઆઈ આર.કે. કરમટા તથા એએસઆઈ બળરામભાઈ વી. પરમાર, હે.કો. યામકુમાર બગડા, સુરેશભાઈ દાફડા, જયદિપસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઈ પોપટાણી, જનકભાઈ કુવાડીયા, દિક્ષીતભાઈ રામાણી સહિત સ્ટાફ દ્વારા મધ્યસ્થ જેલ રાજકોટના પાકા કામના કેદી નં. ૪૧૬૮૪ રીઝવાન ઉર્ફે રીઝુડો મહંમદભાઈ રફાઈ (ફકીર) ઉ.૩૦ રહે. અમરેલી ઠે. ભરતનગર મસ્જીદની બાજુમાં કુકાવાવ રોડ તા.જી. અમરેલી હાલ રહે. ગારીયાધાર ઠે.મફતપરા તા. ગારીયાધાર જી. ભાવનગર વાળાને ગુન્હા માટે કોર્ટે કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ જે કામે કેદી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને કેદી નામદાર ગુજરાત હાઈકોર્ટના અલગ અલગ આદેશાનુસાર તા.૨૨.૮.૧૬ના પેરોલ રજા પર છૂટેલ અને કેદીને પેરોલ રજા પરથી તા.૨૮-૯-૧૬ના રોજ મધ્યસ્ત જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ કેદી હાજર થયેલ નહી અને તા.૨૮-૯-૧૬થી પેરોલ રજા પરથી ફરાર હતો અને તા. ૧૪-૧૧-૧૮ના રોજ કેદીને ચોકકસ બાતમી આધારે પકડ પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.