Abtak Media Google News

ગઇ તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ જલુભાઇ ગટુભાઇ વાળા, ઉં.વ.૪૫, રહે.આંબરડી તા.ધારી વાળાએ બગસરા પોલીસ સ્ટેધશનમાં ફરિયાદ લખાવેલ કે પોતે હાલરીયા ગામે હરીગીરી બાપુ ના આશ્રમમાં સાંજની આરતી પતાવી બાપુ સાથે સત્સંગ કરતા હતા તે દરમ્યાન એક મોટર સાઇકલ ડબલ સવારીમાં આવેલ જેમાં ભુપતભાઇ જગુભાઇ વાળા તથા શિવરાજભાઇ દિલુભાઇ સરંભડા વાળાઓ ફરીને ગાળો આપી કહેવા લાગેલ કે અમારા દુશ્મનો સાથે શા માટે સબંધ રાખે છે? તેમ કહી કુહાડી મારવા જતા ફરી નીચે નમી ગયેલ અને આ ભુપતે પોતાના હાથ માં રહેલ કાચની બોટલ થી ફરી ને માથામાં ઇજા કરેલ અને આ દરમીયાન ત્રીજો ઇસમ પણ આવતા ત્રણેયે જપા-જપી કરેલ અને આ જપાજપી દરમીયાન ભુપત જગુ વાળાએ ફરીયાદીની ડોકમા પહેરેલ સોનામાં મઢેલ રૂદ્રાક્ષની માળા ઝટકો મારી કાઢી લીધેલ.અને આ માળા આશરે ચારેક તોલાની હોય અને તેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ) જેટલાની હોઇ જે લુંટ ચલાવેલી અને આ લોકો જતા-જતા ફરીયાદીની નવી સ્વીફ્ટ કારના કૂહાડીથી કાચ ફોડી ગાડીને નુકશાન કરી ફરીયાદીને કહેતા ગયેલા કે જો તુ પોલીસમા ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપેલાની ફરિયાદ કરતાં ભુપતભાઇ જગુભાઇ વાળા રહે ભરડ તથા પ્રતાપભાઇ જગુભાઇ વાળા રહે, ભરડ તથા શીવરાજભાઇ દીલુભાઇ વાળા વિરૂધ્ધ બગસરા પોલીસ સ્ટે શનમાં ફ.ગુ.ર.નં.૨૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હોસ નોંધાયેલ હતો.અને આ ગુન્હાળના કામે આરોપી અંગે તપાસ કરતાં આરોપી ભુપતભાઇ જગુભાઇ વાળા, રહે.ભરડ વાળો પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

આ ઉપરાંત ગઇ તા.૦૫/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી શ્રી ભરતભાઇ ત્રિભોવનભાઇ બવાડીયા રહે.સુરત કામરેજવાળાએ બગસરા પોલીસ સ્ટેશનમા પોતાની માલિકિની “મારૂતિનંદન” ટ્રાવેલ્સ નામની લકઝરી બસ પેસેજરો બેસાડીને હાલરીયા તા.બગસરા થઇને સુરત તરફ જવા નિકળેલા અને હાલરીયા ગામની નજીક આવતા એક મોટર સાયકલ ઉપર ભુપત જગુ વાળા, રહે.ભરડ તા.ધારી તથા પ્રતાપભાઇ જગુભાઇ વાળા રહે.ભરડ, તા.ધારી તથા શિવરાજભાઇ દિલુભાઇ વાળા તથા રણજીતભાઇ ભાભલુભાઇ વાળા રહે.સરંભડાવાળો ફરીયાદીની લકઝરી બસ રોકાવી અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની પાસે જે કંઇ હોય તે રૂપીયા કાઢી આપવા કહી રૂ.૨૫૦૦/- રોકડા લક્જરી બસ ના ભાડાના ઉઘરાવેલા જેની લંટ કરી અને જો પોલીસમા ફરીયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ અને આવી રીતે લુંટ ચલાવીને નાસી ગયેલા અને આ કામના ફરીયાદીએ બગસરા પો.સ્ટેજ. ફ.ગુ.ર.નં. ૨૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હોી નોંધાયેલ હતો.અને આ ગુન્હાેના કામે આરોપી અંગે તપાસ કરતાં આરોપી ભુપતભાઇ જગુભાઇ વાળા, રહે.ભરડ વાળો પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ .શ્રી. સી.જે.ગૌસ્વામી તથા એલ.સી.બી. સ્ટાઅફ આજરોજ તા.૨૧/૦૭/૨૦૧૭૮ ના રોજ બગસરા તાલુકાના લુંટના ગુન્‍હામાં નાસતા ફરતાં ખુંખાર આરોપી ભુપતભાઇ જગુભાઇ વાળા, રહે.ભરડ વાળા અંગે બાતમી મેળવી વોચ ગોઠવી પકડી પાડી, અમરેલી સીટી પો.સ્ટે . હવાલે કરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી.અમરેલીનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઇન્સઅ. શ્રી.સી.જે.ગોસ્વાઇમી, પો.સ.ઇ. શ્રી.એ.વી.સરવૈયા તથા એલ.સી.બી.સ્ટાહફનાં ભરતબાપુ ગૌસ્વાામી, કે.સી.રેવર, અજયભાઇ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઇ ગોહિલ, સંજયભાઇ મકવાણા, જાવેદભાઇ ચૌહાણ, જીતુભાઇ મકવાણા, મહેશભાઇ મહેરા, હરેશભાઇ બાયલ, દીપકભાઇ વાળા, અજયસિંહ ગોહિલ, રાઘવેન્દ્રયભાઇ ધાધલ, ભાવિનગીરી ગૌસ્વાવમી વિ. એ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.