Abtak Media Google News

અમરેલી જિલ્લામા રેશનીંગના કેટલાક દુકાનદારોએ પોતાના કોમ્પ્યુટરમાં ડૂપ્લીકેટ સોફટવેર ઇન્સ્ટોલ કરી જરૂરિયાતમંદ લોકોને આપવાનું અનાજ બારોબાર ચાઉં કરી ગયાનુ કૌભાંડ બહાર આવ્યા બાદ જિલ્લા કલેકટરના હુકમના આધારે રાજુલા શહેરમા 11 ટીમોની રચના કરવામાં આવી છે. જે લોકોના ઘરે ઘરે જઇ અનાજ સહિતનો પુરવઠો મળ્યો કે નહી તેની તપાસ કરશે. અમરેલી જિલ્લામાં ડૂપ્લીકેટ સોફટવેરનો ઉપયોગ કરી લોકોના બોગસ થમ્બ ઇમ્પ્રેશન લઇ લેવામાં આવતા હતા અને તેના આધારે ફુડ કુપન જનરેટ કરી રેશનીંગનો મોટો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ છ દુકાનદારોની ધરપકડ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.