Abtak Media Google News

ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેને લીધી મુલાકાત

રાજયમાં સૌ પ્રથમ એક જ જગ્યાએથી લાભાર્થીઓને યોજનાઓનો લાભ પહોચાડવા માટેનું માર્ગદર્શન કેન્દ્ર

અમરેલી ખાતે જનસેવા એ જ પ્રભુસેવા ના નાદ સાથે શરૂ કરાયેલ ’દીદી ની ડેલી’ સંસ્થાએ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગર ના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે ’દીદી ની ડેલી’ આ વિચાર ઉમદા કાર્ય નો નમૂનો છે. સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેની ટીમ દ્વારા સમગ્ર જિલ્લાના ભાઈઓ-બહેનો, વિદ્યાર્થી ખેડૂતોને સરકારની યોજનાના લાભ આપવા ભગવાનના દૂત બની દીદી ની ડેલી આશીર્વાદરૂપ કામ થઈ રહ્યું છે .અમરેલી જિલ્લાની આ દીદી ની ડેલી નો વિચાર એક એવો આદર્શ કામ કરવાની પ્રેરણા આપે તેવુ કામ આ ટીમ કરી રહી છે, તેને ખુબ ખુબ શુભેચ્છા સાથે સમગ્ર ટીમ પર ઈશ્વરના આશીર્વાદ જિલ્લાના લાભાર્થીઓની સેવા માટે હંમેશા મળતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં લગભગ પ્રથમ વખત એક જગ્યાએથી તમામ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવા એક માર્ગદર્શન કેન્દ્ર ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે પટેલ વિદ્યાર્થી આશ્રમ ના મંત્રી બાબુભાઈ હિરપરા ,અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, સંદીપભાઈ માંગરોળીયા, સંસ્થાના સીઇઓ દિલશાદ ભાઈ શેખ, ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર અનસુયાબેન સેઠ, રેખાબેન પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દીદી ની ડેલી સંસ્થાના માધ્યમથી રોજના ૫૦ થી વધારે આરતીઓ ભાઈ બેન માર્ગદર્શન માટે લાભ લઇ રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ટેલીફોન પૂછપરછ સતત ચાલુ રહે છે જે બતાવે છે કે આગામી દિવસમાં આ સંસ્થા સરકારની તમામ યોજનાઓ ઘર સુધી પહોંચાડવામાં સફળ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.