Abtak Media Google News

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં ફરી ચોમાસુ થયું સક્રિય, ૭૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ: સવારી ૧૯ તાલુકાઓમાં વરસાદ ચાલુ

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી પ્રબળ સંભાવના હોય આજી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, અમરેલી અને ગીર-સોમનામાં સાંબેલાધારે વરસાદ પડે તેવી શકયતા છે. રાજ્યમાં ચોમાસુ ફરીથી સક્રિય યું હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૮ તાલુકાઓમાં હળવા ઝાપટાી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો હતો. સવારી ૧૯ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

અરબી સમુદ્રમાં આજે લો-પ્રેસર સર્જાયું છે જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે જેની અસરના કારણે છેલ્લા બે દિવસી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે શનિવારે તા રવિવારે રેડ એલર્ટ અપાયું છે. આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને જૂનાગઢ તા દીવમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.

આવતીકાલે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે પણ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગીર-સોમનામાં અતિ ભારે, અમરેલી, ભાવનગર અને દીવ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ટૂંકમાં રવિવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં અતિમ ચરણોમાં ચોમાસું સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ૭૮ તાલુકાઓમાં ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. આજે સવારી ૧૯ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં રાજ્યમાં ૧૨૩.૦૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

જેમાં કચ્છમાં ૧૪૨.૭૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૪.૨૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૧.૮૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૪.૨૩ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૩૫.૩૫ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

જળાશયોમાં સતત નવા નીરની આવક ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૨૦ ફૂટ પાણી આવ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો તા ભાદરની સપાટી આજે ૩૩.૩૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં હવે ૦.૭૦ ફૂટ જ બાકી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.