Abtak Media Google News

તમામ રીતે શોખીન રાજકોટવાસીઓનો વાંચનનો શોખ અકબઘ્ધ: પુસ્તક મહોત્સવને પ્રતિસાદ

રાજકોટ શહેરમાં આવેલ રીદ્ધિ-સિદ્ધી હોલ, કાલાવડ રોડ ખાતે હાલ પુસ્તક મહોત્સવ ચાલી રહ્યો છે. જે હજુ આગામી મહિના સુધી ચાલવાનો છે. આ પુસ્તક મહોત્સવમાં વિવિધ પુસ્તકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પુસ્તકોમાં બાળકોથી લઈ મોટેરાઓ માટે વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં નવલકથા, મહાપુરુષોની આત્મકથા, Vlcsnap 2017 07 03 17H33M10S24તણાવ-મુકિત, મધરકેર, ધાર્મિક, આધ્યાત્મિક, વિજ્ઞાન, રસોઈ, રમત-ગમત, ગણિત, માહિતીલક્ષી, જનરલ નોલેજ, મોટીવેશનલ સહિતના વિવિધ રેન્જના પુસ્તકો જોવા મળી રહ્યા છે. ત્યારે ‘અબતક’ દ્વારા પુસ્તક ખરીદનારા લોકોને મળી તેમના પ્રતિભાવ જાણવાની કોશીશ કરવામાં આવી હતી. આજના ઝડપી યુગમાં લોકો માટે મોબાઈલના કારણે ઈન્ટરનેટ હાથવગુ છે. તેની વચ્ચે પણ રાજકોટની તમામ રીતે શોખીન જનતા વાંચન માટે પુસ્તકોમાં પણ રસ દાખવી રહી છે. ઈન્ટરનેટના અતિક્રમણ વચ્ચે પણ પુસ્તકોનું મુલ્ય ઓછું નથી થયું એવુ. આ પ્રદર્શનના આયોજક માને છે તેઓ દ્વારા વર્ષમાં ત્રણ વખત પુસ્તક મહોત્સવ યોજવામાં આવે છે અને તેમાં દરેક વર્ગના લોકો તેમની પસંદગીના પુસ્તકો ખરીદી કરે જ છે.

જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ આજના યુવાનો સોશિયલ સાઈટસનો જેટલો ઉપયોગ કરે છે, તેટલા પ્રમાણમાં પુસ્તકો વાંચતા નથી. તેમ છતાં આ પ્રદર્શન વખતે દરેક વર્ગના લોકો તેમની પસંદગી મુજબ પુસ્તકો ખરીદી કરે છે એ જ દર્શાવે છે કે આજના સમયમાં પણ પુસ્તકોનું મહત્વનું સ્થાન હજુ પણ રહેલું છે.

પુસ્તક મહોત્સ

Vlcsnap 2017 07 03 17H33M18S100વમાં આવેલા ત‚બેન ઠાકરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વર્ષમાં લગભગ બે વાર આ પુસ્તક મેળામાં આવું છું. ઘણા પુસ્તકો મેં અત્યાર સુધી ખરીદ્યા છે. વાંચવાનો નાનપણથી જ ખુબ જ રસ છે. તેમાં યોગને લગતા પુસ્તકો, રસોઈ શોને લગતા પુસ્તકો તેમજ કોઈને ગીફટ આપવા માટે પણ સારી નોવેલ, ધાર્મિક પુસ્તક પણ ખરીદુ છું. આજે મારી પુત્ર વધુ માટે યોગના પુસ્તકો લીધા છે. તેમજ એક બુક ‘તંદુરસ્તી તમારા હાથમાં’ એ ખરીદી કરી છે. બાળકોનો ઉછેર કઈ રીતે કરવો તે પણ એક બુક લીધી છે.

ખા તો હું પુસ્તક મહોત્સવમાંથી જ પુસ્તક ખરીદી કરુ છું. હું એટલુ જ કહીશ આપણા જીવનમાં પુસ્તકોનું ખુબ જ મહત્વ છે. નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે વાંચન રાખો એટલે વાંચનથી જ્ઞાનમાં પણ વધારો થાય છે અને હેલ્થ પણ સારી રહી છે. કોઈ ખરાબ વિચાર આવતા નથી. સમય સારી રીતે પસાર થાય છે. મોબાઈલ ખરાબ છે એવું નથી પણ મોબાઈલની બીજી ઘણી ઈફેકટ હોય છે પરંતુ પુસ્તક વાંચનનો શોખ કેળવાય તો સારા વિચારો જ આવવાના છે. હાલના યુગમાં અત્યારના યુવાનોએ પુસ્તક વાંચવા જ જોઈએ.

પુસ્તક મહોત્સવમાં આવેલા વિશાલ રાદડિયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે હું

ક્ધટ્રકશનના પેઢીના બિઝનેસ સાથે જોડાયેલો છું. હું પુસ્તકનો પહેલેથી જ શોખ ધરાવુ છું. અવાર-નવાર હું પુસ્તક લેવા માટે આવતો હોવ છું. હું હાલમાં રાજકોટમાં બે જગ્યાએ લાયબ્રેરીમાં સભ્ય છું. શ્રોફ રોડ લાઈબ્રેરી અને રોટરી મીડ ડાઉન લાઈબ્રેરીમાં દરરોજ પુસ્તક વાંચવા જઉ છું. અત્યાર સુધી મેં એવા પુસ્તકો વાંચ્યા છે. જેનાથી માનસિક તણાવ ઓછો થાય, બિઝનેસ કઈ રીતે સફળ બનાવો, જાતને સુધારવાના જેવા અનેક પુસ્તકો વાંચ્યા છે.

પુસ્તકોનું મહત્વ જીંદગીમાં ખુબ જ છે. જયારે તમે માનસિક તણાવમાં ચાલ્યા જાવ ત્યારે પુસ્તક કામ આવે છે. પુસ્તકના સહારાથી તણાવથી દુર રહી શકાય છે. અત્યારે મારા પ્રિય લેખક જોન ગ્રીસમ તેના પુસ્તક વધારે વાંચુ છું. અંગ્રેજી પુસ્તક વાંચવાનું વધારે પસંદ કરુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.