Abtak Media Google News

અક્ષર ચોવીસ પરમ પુનિતા ઇનમે બસે ગાયત્રી માતા

અઢાર શાસ્ત્રોમાં મીમાસા શાસ્ત્ર શ્રેષ્ઠ તેના કરતા તર્કશાસ્ત્ર છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે. પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે, તેના કરતા શ્રુતિ છે. આ રીતે સર્વ શાસ્ત્રો શ્રેષ્ઠ ગાયત્રી-મંત્ર છે.

પ્રાણને ગય કહે છે. અને જે પ્રાણનું રક્ષણ કરે છે, તે ગાયત્રી છે, હે દેવી! તમો ઉપાસકનું રક્ષણ કરો છો (ભારદ્વાજ) એટલે તમારુ નામ ગાયત્રી પડ્યું છે. ‘ગય’ પ્રાણને કહે છે. પ્રાણનું રક્ષણ કરવાથી ગાયત્રી નામ બને છે… (વશિષ્ઠ)

જેનાથી પરમ-તત્વને જાણી શકાય તેનું નામ ગાયત્રી છે. (શંકરાચાર્યજી)આ છે ગાયત્રી મંત્રનો મહિમા અને મહતા એને ઔર સરળતાથી સમજીએ તો..

ચેતના સજીવતાને પ્રાણ કહેવાય છે, આપણી ગતિ દૂર્ગતિ, ક્રિયા-કલ્પ, વિચાર-શક્તિ, બુધ્ધિ, પ્રજ્ઞા, સ્વસ્થતા, સુંદરતા સઘવું પ્રાણત્વ ઉ૫ર જ નિર્ભર છે. પ્રાણ નીકળી જતા જીવનનો અંત આવી જાય છે. પ્રાણ જ જીવન છે. પ્રાણ જ શક્તિ છે. પ્રાણ જ આધાર છે. આનાથી સહેજે સમજી શકાય છે કે જે પ્રાણની રક્ષા કરે છે એ ગાયત્રી છે. પ્રાણ શક્તિ એજ ગાયત્રી છે.

ગાયત્રી મંત્રનું બીજુ નામ તારક-મંત્ર છે. ‘તારક’ એટલે તારનાર, પાર ઉતારનાર આ કહેવાતા સંસાર સાગરથી પાર ઉતારે મોહ માયાના બંધનથી છોડાવે, બેડો પાર કરાવે એનું નામ ગાયત્રી.‘અનાદી-કાળથી’ આ ગુરુમંત્ર છે. ગાયત્રી ગુરુસતા દ્વારા સંકલ્પ શ્રધ્ધા અને પ્રેરણાથી જે પ્રકાશ મળે છે. તેનો પ્રેરણા-સ્ત્રોત ગાયત્રી મંત્ર છે. અન્ય અર્થમાં જોઇએ તો ગુ-જ્ઞાન વર્ધક રૂ-અશુભ નિવારણ જે જે અશુભ-તત્વને નિવારી શુભત્વ તરફ પ્રયાણ કરાવે એ ગાયત્રી એવું પણ કહી શકાય કે ગાયત્રી મંત્રના પાંચ ભાગો દ્વારા વિદ્યાર્થી કામ ક્રોધ લોભ, મોહ અને અહંકાર રૂપી અંધકારમાં ધકેલતા પાંચ અવ્રરોધોને આસાનીથી દૂર કરી પ્રકાશના પંથે પ્રયાણ કરી શકેએ માટેનો સર્વ શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી-મંત્ર છે. ગાયત્રી વેદ માતા છે.

વેદનો અર્થ છે જાણવું, સદજ્ઞાન પ્રાપ્ત કરવું. આ જ્ઞાનના ચાર પ્રકાર છે. ત્રણ-કલ્યાણ, યજુ-પૌરૂષ, સમા-કિડા, અર્થવ-અર્થ, આ ચાર ક્ષેત્રોની અંદરજ પ્રાણી-માત્રની સર્વ શકિત નિહિત થયેલી હોય છે. આમાં જ પ્રાણી રાચે છે. અને એટલે જ વેદ એટલે સમસ્ત જ્ઞાન, વિજ્ઞાન પ્રજ્ઞાન સત્, ચિત અને આનંદનો  અખૂટ ભંડાર જેનાથી બ્રહ્મ સિવાય કોઇ વસ્તુ પર ન હોઇ શકે, કારણ એની ઉત્પતિ જે બ્રહ્મમાંથી થઇ છે. અને કહેવાય છે કે આ બ્રહ્મની ઉત્પતિ વિષ્ણુની નાભિમાંથ્ી થઇ, સહુ પ્રથમ કમળ ઉત્પન્ન થયું, અને એ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. આ અંગેનું રહસ્ય સહે જ સમજવા જેવું છે. આપણા શરીરમાં સ્થિત થયેલ કુંડલીમાં સાત ચક્રો આવેલા છે તે પૈકી નાભિ પાસે મણીપૂર ચક્ર આવેલું છે. આકાર કમળ જેવો છે. આ ચક્ર એટલે ‘નૂતન સર્જન: યોગીઓ કહે છે કે, મણિપુર સુધી કુંડલી જાગૃત થાય ત્યારે પછી તે પાછી નથી ફરતી નીતે નથી ઉતરતી પરંતુ અવિરત ઉર્ધ્વગતિ કરે છે. યાને બહ્મ તર. ગતિ કરે છે. નૂતન સર્જન તરફ આગળ વધે છે. સર્જનશિલ વ્યક્તિઓની કુંડલીની મણીપૂશ્ર ચક્ર છેદી ગઇ હોય એ સહેજે સમજી શકાય. આ બ્રહ્મજી દ્વારા ગાયત્રી ઉત્પન્ન કર્યો જેનો ઉચ્ચાર આંદોલન અને એવા દિવ્ય સુક્ષ્મ તરંગો આધારીત કર્યો કે, જેમાં ચાર વેદોનું સમસ્ત જ્ઞાન સમાયું એટલે ગાયત્રી વેદ માતા પણ કહેવાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.