Abtak Media Google News

અઢાર શાસ્ત્રોમાં મીમાસા શાસ્ત્ર શ્રેષ્ઠ તેના કરતા તર્કશાસ્ત્ર શ્રેષ્ઠ છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે. પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે, તેના કરતા શ્રુતિ છે. આ રીતે સર્વ શાસ્ત્રો શ્રેષ્ઠ હોવા છતાય તેનાથી વધુ શ્રેષ્ઠ ગાયત્રી મંત્ર છે.

પ્રાણને ગય કહે છે અને જે પ્રાણનું રક્ષણ કરે છે તે ગાયત્રી છે હે દેવી ! તમોઉપાસકનું રક્ષણ કરો છો. (ભારદ્વાજ) એટલે તમારૂ નામ ગાયત્રી પડયું છે ‘ગય’ પ્રાણને કહે છે પ્રાણનું રક્ષણ કરવાથી ગાયત્રી નામ બને છે… વશિષ્ઠ

જેનાથી પરમ તત્વને જાણી શકાય તેનું નામ ગાયત્રી છે. શંકરાચાર્યજી આ છે ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્તા એટલે ઔર સરળતાથી સમજીએ તો…

ચેતના સજીવતાને પ્રાણ કહેવાય છે, આપણી ગતિ, દૂર્ગતિ, ક્રિયા કલ્પ, વિચાર શકિત બુધ્ધિ પ્રજ્ઞા, સ્વસ્થતા , સુંદરતા, સઘળુ પ્રાણત્વ ઉપર જ નિર્ભર છે. પ્રાણ નીકળી જતા જીનનો અંત આવી જાય છે. પ્રાણ જ જીવન છે. પ્રાણ જ શકિત છે. પ્રાણ જ આધાર છે. આનાથી સહેજે સમજી કાય છે કે જે પ્રાણીની રક્ષા કરે છે એ ગાયત્રી છે. પ્રાણ શકિત એજ ગાયત્રી છે.

ગાયત્રી મંત્રનું બીજુ નામ તારક મંત્ર છે. તારક એટલે, તારનાર, પાર ઉતારનાર આ કહેવાતા સંસાર સાગરથી પાર ઉતરે મોહ માયાના બંધનથી છોડાવે બેડો પાર કરાવે એનું નામ ગાયત્રી.

આનાદી કાળથી આ ગુરૂમંત્ર છે.ગાયત્રી ગુરૂસતા દ્વારા સંકલ્પ શ્રધ્ધા અને પ્રેરણાથી જે પ્રકાશ મળે છે.તેનો પ્રેરણા સ્ત્રોત ગાયત્રી મંત્ર છે. અન્ય અર્થમાં જોઈએ તો ગુ=જ્ઞાન-વર્ધક રૂ=અશુભ-નિવારણ, જે જે અશુભ તત્વને નિવારી શુભ તત્વ તરફ પ્રયાણ કરાવે એ ગાયત્રી એવું પણ કહી શકાય કે, ગાયત્રી મંત્રના પાંચ ભાગો દ્વારા વિદ્યાર્થી કામ, ક્રોધ લોભ, મોહ અને અહંકાર રૂપી અંધકારમાં ધકેલતા પાંચ અવરોધોને આસાનીથી દૂર કરી પ્રકાશના પંથે પ્રયાણ કરી શકે એ માટેનો સર્વ શ્રેષ્ઠ મંત્ર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી વેદ માતા છે.

ગાયત્રી સવિતા શકિત પણ કહેવાય છે. સવિતાનો અર્થ થાય ઉત્પન્ન કરનાર અન્ય અર્થ થાય સૂર્ય સૂર્ય આત્મા જગસ્તસ્થુવિ અર્થાત સૂર્ય સંસારનો આત્મા છે. સમસ્ત ભૌતિક વિકાસ સૂર્ય સત્તા પર સ્થિત છે. સૂર્ય શકિતથી જ સર્વે સુખ શકય બને છે. જો સૂર્ય ન હોય તો? આના ઉપરથી સહેજે સમજી શકાય છે.ગાયત્રી મંત્ર કેટલો ઉપયોગી મહાન છતા સરળ અનિવાર્ય મંત્ર છે.

ઘણી વ્યકિતઓ ગાયત્રીને સામાન્ય સ્તર પર સૂર્ય મંત્ર હોવાની માન્યતા ધરાવે છે. એક ઋષિ પ્રાર્થનાકરે છે કે હે દૈદિપ્યમાન સૂર્યનુ તારા તેજને સમેટી લે તાકી તું જેના વડે પ્રકાશી રહ્યો છે. એ મહા સૂર્યને હું જોઈ શકું આ મહાસૂર્ય તેજ પૂંજ એટલે ગાયત્રી આ ગાયત્રીના ત્રણ કાર્ય અનુસાર વિભાગ યાને પદ છે.જેથીતે ત્રિપદા કહેવાય છે સત્ જેને હ્રી યાને સરસ્વતી કહે છે કે ‘રજ’ જેને શ્રી અથવા લક્ષ્મી કહે છે અને ‘તમ’ જેને ‘કિલં’ યાને કાલી કહે છે આમ સમસ્ત શકિતઓનો સાર અષ્ટસિધ્ધિ નવ નિધિ અર્પતો, આધિ, વ્યાધિ, અને ઉપાધિના તાપ હરતો, આત્માને ઉજજવળ કરતો, અજવાળતો મહામંત્રી એટલે ગાયત્રી મંત્ર.

અન્ય મંત્રોમાં કોઈમાં સ્તુતિ કોઈમાં ઉપાસના તો કોઈમાં પ્રાર્થનાનું પ્રાધાન્ય છે. પરંતુ ગાયત્રી મંત્રના ત્રણ પ યાને ચરણ છે. પ્રથમ પદમાં સ્તુતિ, બીજા પદમાં ઉપાસના અને ત્રીજા પદમાં પ્રાર્થના છે. અને એટલે જ ગાયત્રી મંત્ર સર્વ શ્રેષ્ઠ મંત્ર મંત્રરાજ કહેવાય છે.

ગાયત્રીનો પ્રથમ અક્ષર ૐ છે વેદના પ્રત્યેક મંત્રના બે અર્થ છે. આંતરીક અને બ્રહ્મ આંતરિક અર્થ એટલે બ્રહ્મ કેમકે અક્ષર અક્ષર અવિનાશી છે. અને જગતના તમામ શબ્દોનો અર્થ બ્રહ્મ થાય છે. આચાર્યો વેદને શબ્દ બ્રહ્મ કહે છે, અને એટલે વેદનો એકાક્ષર ૐકાર પણ બ્રહ્મ છે. ભૂ ભૂર્વ:સ્વ આ ત્રણ વ્યાકૃતિઓ છે.

ભૂ-ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની ધરા, ભૂવ: પૃથ્વીની ઉપરનો સૂર્ય સુધક્ષના લોક, સ્વ. એટલે સૂર્યથી ઉપરનો લોક મહાકાશમાં વ્યાપ્ત છે તે પ્રકાશપિંડો આ ત્રણે વ્યાકૃતિઓ વિશાળ વિશ્ર્વને એક જ જયોતિર્મય પ્રકાશમાં એકત્રીત કરે છે. અને સાધક પણ તેમાં એક રૂપ બને છે. મતલબ આનો સંકેત ત્રિલોક તરફ છે.તેનાથી પરમાત્માનું વિરાટ સૌદર્ય ત્રણે લોકમાં નિરખી શકાય છે. અને એટલે જ શતપત બ્રાહ્મણમાં કહ્યું છે. ગાયત્રી એજ નિરાકાર બ્રહ્મ છે. તો ઉપનિષદ પણ વહે છે. ‘આ વિશાળ ગાયત્રી રૂપ છે. જે કાંઈ છે તે ગાયત્રીમય છે. ભગવાન શ્રી કૃષ્ણ તોવહેદોમાં હું ગાયત્રી છું એવું સ્વમુખે કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.