Abtak Media Google News

મોરના ઇંડાને ચિતરવા ન પડે

શ્વેતા પેરેડાઇઝ ટાવર પુસ્તક પર બની રહેલી ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરશે

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન પણ ભાઇ અભિષેકની જેમ પિતાના લક્ષ્યકદમો પર ચાલવા બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે તેવું કહી શકાય કારણ કે શ્વેતા અને બીગ-બીનો સેટ પરનો સ્ટુડીયોનો ફોટો સોશિયલ મીડીયા પર વાયરલ થયો છે. ફોટામાં શ્વેતા ઓનસ્કીન લુકમાં નજરે પડે છે જેમાં તે સામાન્ય યુવતિ જે પિતાની સાથે વાર્તાલાપ કરતી જણાય છે પિતા અને પુત્રી કલ્યાણ જવેલર્સ માટેની એડનું શુટીંગ કરી રહ્યા હતા. ૨૦૧૨ થી જ અમિતાભ કલ્યાણ જવેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. કલ્યાણની નવી જાહેરાતમાં પિતા-પુત્રીના સંબંધોના વિવિધ શેડ દર્શાવવામાં આવશે. આ એક જુલાઇમાં ઓન એર થવાની શકયતા છે. ૨૦૧૮ શ્વેતા બચ્ચન નંદા માટે ડેબ્યુ માટેનું વર્ષ છે. આ પૂર્વ બીગ-બીએ જાહેર કર્યુ હતું કે શ્વેતા પેરેડાઇઝ ટાવર નામની હાર્પર કોલિન્સ દ્વારા ફિલ્મમાં ડેબ્યુ કરશે. જે ઓકટોમ્બરમાં રીલીઝ થાય તેવા એંધાણ છે. પબ્લિશરની જાહેરાતથી અમિતાભે લખ્યું હતું કે ખુબ જ ગર્વ મહેસુસ કરુ છું.

મારી પુત્રી ખુબ જ બેસ્ટ છે. એનડીટીવીના એક ઇન્ટરવ્યુમાં શ્વેતાએ સ્વીકાયું હતું કે હું પરિવારની સૌથી શરમાળ વ્યકિત છું. આ પૂર્વ શ્વેતા ૨૦૧૬માં બચ્ચનના પ્રિય ડીઝાઇનર ડુઓ અબુ જાની અને સંદીપ ઘોસલા માટે રેમ્પ વોક કરી ચુકી છે. શ્વેતાના લગ્ન દિલ્હીના વેપારી નિખિલ નંદા સાથે થયા છે. શ્વેતા બોલીવુડની પાર્ટીઝમાં અવાર નવાર જોવા મળતી હોય છે તેણે હાલ જ સોનમ કપુર અને આનંદ આહુજાના રિસેપ્શનમાં ભાઇ-ભાભી એશ-અભિ સાથે હાજરી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.